નડિયાદ શહેરમાં રખડતી ગાયો દર 100 મીટરના અંતરે જોવા મળે છે, રાત્રે અંધારામા આવી ગાયો રોડ પર આવતા મોટા અકસ્માતો સર્જાતા નજરે પડે છે.
જેને લીધે આવા અકસ્માતોને નિવારવા માટે નડિયાદના મંજીપુરા ગામે રહેતી 32 વર્ષિય યુવતી અંકીતા પટેલ દ્વારા પોતાના પતિ અને અન્ય મિત્રોની મદદથી મંજીપુરાથી નડિયાદ જવાહરનગર વિસ્તાર સુધી રોડની સાઈડમાં ઊભી રહેલી ગાયોને રેડિયમ પટ્ટી લગાવી છે, આ એટલા માટે લગાવી કે, અબોલ પશુ જ્યારે રોડ પર હોય ત્યારે દુરથી જ વાહન ચાલકોને સિગ્નલ મળી જાય અને આકસ્માતથી તે પોતે અને ગૌમાતા પણ બચી જાય છે.