ખેડા જિલ્લાના નડિયાદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ગત રાત્રે અસ્માતની ઘટના ઘટી. બેફામ દોડી રહેલા ટ્રક ચાલકે ટ્રક પરથી કાબૂ ગુમાવતા તે રોંગ સાઈડમાં આવી ગયો અને સામેથી આવતા અન્ય ટ્રક સાથે ધડાકા ભેર અથડાતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં બંને ટ્રક ના કેબિન એકબીજામાં ઘૂસી જતા એક ક્લીનરનું મૃત્યુ થયું હતું જ્યારે ડ્રાઇવર ફસાઈ જતા તેને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.