Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 30°C

પીજ ચોકડી બ્રીજ પાસે લાકડા ભરેલા ટ્રેક્ટરની પાછળ ટ્રકે ટક્કર મારતા ટ્રેક્ટર ચાલક અને અન્ય એકનું મોત

પીજ ચોકડી બ્રીજ પાસે લાકડા ભરેલા ટ્રેક્ટરની પાછળ ટ્રકે ટક્કર મારતા ટ્રેક્ટર ચાલક અને અન્ય એકનું મોત

ખેડા જિલ્લાના નડિયાદ નજીક નેશનલ હાઈવે નંબર ઉપર અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત નિપજયા છે. આ ઘટનામાં ટ્રક ચાલકે પીજ ચોકડી બ્રીજ પાસે લાકડા ભરેલા ટ્રેક્ટરની પાછળ ધડાકાભેર અથડાવતા ટ્રેક્ટર ચાલક અને ક્લીનરનુ બનાવ સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યું છે, આ બનાવ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ નજીકના પીજ ચોકડી પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર પીજ ચોકડીના બ્રીજ પાસે આજે સોમવારે વહેલી સવારે એક ગોઝારા અકસ્માત સર્જાયો હતો. જેમાં આ હાઈવેના પીપલગ ચોકડી તરફથી નડિયાદ તરફની દિશામાં આવી રહેલ ટ્રક નંબર MH 48 BM 9942ના ચાલકે આગળ જઈ રહેલ એક લાકડા ભરેલા ટ્રેક્ટરની ટ્રોલી સાથે પોતાની ટ્રક અથડાવી હતી. જેના કારણે ટ્રેક્ટર ટ્રોલીથી છુટુ પડી ગયુ હતુ અને લાકડા ભરેલ ટ્રોલી રોડ પર જ ઉથલી પડી હતી. જ્યારે ટ્રેક્ટર ચાલક અને ટ્રેકટર પર બેઠેલા અન્ય એક ઈસમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા બંન્નેના ઘટના સ્થળે કરૂણ મોત નિપજયાં હતાં.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.