Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

નડિયાદમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી : 40થી વધુ મહિલાઓનું સન્માન કરાયું

નડિયાદમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી : 40થી વધુ મહિલાઓનું સન્માન કરાયું

૮ માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નડિયાદ શહેરમાં દિવસના આગળના દિવસે સમાજમાં સારી કામગીરી કરતી મહિલાઓને શોધી બહુમાન કરાયું છે, અંદાજીત 40 જેટલી મહિલાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.

આ અંગે વિગતવાર જોઈએ તો, નડિયાદ શહેરની સામજિક સંસ્થા એવી અસ્મિતા અભિવાદન સમિતિ દ્વારા શહેરના પીજ ભાગોળ ખાતે આવેલ કન્યા વ્યાયામ શાળામાં આ ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેરના વિવિધ સંસ્થાઓના આગેવાનો હાજર રહ્યા હતા. આ બહુમાનના વિશિષ્ટ કાર્યક્રમમાં સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરી રહેલી મહિલાઓના આત્મબળ વધે તે માટે આ સન્માન કરાયું હતું. આ ઉપરાંત સમાજના ઉત્થાન માટે અને જાહેર જીવન સાથે સંકળાયેલી તેમજ જીવનમાં સતત સંઘર્ષ કરી રહેલી મહિલાઓને નવાજવામાં આવી હતી.

 

 

 

 

રિપોર્ટર – યેશા શાહ( ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.