Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

શ્રી સંતરામ ઈંગ્લિશ મીડીયમ સ્કૂલમાં પ્રી- પ્રાઈમરી સેકશનમાં મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણી

શ્રી સંતરામ ઈંગ્લિશ મીડીયમ સ્કૂલમાં પ્રી- પ્રાઈમરી સેકશનમાં મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણી

નડીયાદ શ્રી સંતરામ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રી સંતરામ ઈંગ્લિશ મીડીયમ સ્કૂલમાં પ્રી- પ્રાઈમરી સેકશનમાં તા. ૦૮-૦૩-૨૦૨૪ શુક્રવારના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાલયમાં બરફના શિવલિંગ બનાવી હિમાલય ની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી હતી જેમાં નાનાં-નાનાં ભુલકાઓ દ્વારા ભગવાન શિવજી અને માતા પાર્વતીજી નો વેશ ધારણ કરી ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તથા શિવજીની પાલખી કાઢવામાં આવી હતી.

આમ નાના નાના ભૂલકાઓએ ખૂબ જ આનંદ કરી શિવરાત્રીના મહોત્સવને ઉજવ્યો હતો તે બદલ મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંસ્થાના મંત્રી સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના આશીર્વાદ પાઠવ્યા હતા.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.