Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

નડિયાદ ડેપો ખાતે માનનીય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા સાત બસોનું લોકાર્પણ કરીને લીલી ઝંડી આપી

નડિયાદ ડેપો ખાતે માનનીય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા સાત બસોનું લોકાર્પણ કરીને લીલી ઝંડી આપી

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઇના હસ્તે સાત નવીન વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું. અને તેને લીલી ઝંડી આપવામાં આવી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ તેજશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં. ડેપો મેનેજર કે. કે. પરમારે સૌનું સ્વાગત કરીને આભાર માન્યો હતો.

જેમા બે નવીન શિડયૂલ શરૂ કરવામાં આવી. સવારે છ કલાકે નડીઆદ પાલનપુર વાયા મહેસાણા અને સવારે સાત કલાકે નડિયાદ પાટણ વાયા મહેસાણા શરૂ કરવામાં આવી. તેમજ નાથ દ્વારા માં બે નવીન વાહન અને ધાનેરા ઊના વડોદરા નવીન વાહનની ફાળવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં મુસાફરો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો. જેનો લાભ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અને બનાસકાઠા બ્રહ્મ સમાજના અને અહીં રહેતા પરિવારોને તેનો મોટો લાભ મળશે.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.