નડિયાદ નગરપાલિકા દ્વારા વિવિધ યોજના હેઠળ રૂ .733.90 લાખના ખર્ચે પાણીની ટાંકીઓ, અમદાવાદી બજાર હરિદાસ હોસ્પિટલથી મચ્છી માર્કેટ સુધી ડામર રોડ, સરદાર નગર A વિભાગનો સીસી રસ્તો તથા ખેતા તળાવ ખાતે સિટી સિવિલ સેન્ટર બનાવવાના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
જે પૈકી વોર્ડ નંબર 9 ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં અમૃત 2.0 યોજના અંતર્ગત રૂ. 121 લાખના ખર્ચે ટી.પી. 1 દક્ષા પાર્ક સોસાયટી પાસે 17.50 લાખ લીટર કેપેસિટીની ટાંકી અને પાણીનો અંડર ગ્રાઉન્ડ સંપ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ખાતે નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન, ઉપપ્રમુખ, શહેર સંગઠન પ્રમુખ, દંડક, વોટર વર્કસ કમિટી ચેરમેન, ટી.પી.કમિટી, પ્લાનિંગ કમિટીના ચેરમેન, રોડ કમિટીના ચેરમેન, કાઉન્સિલર, સ્કૂલ બોર્ડ ચેરમેન , વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા…