નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જિલ્લાકક્ષા યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમમાં બેટરી ટેસ્ટ દરમિયાન રમતવીર બાળકોના વાલીઓએ મતદાન જાગૃતિ અંતર્ગત અચૂક મતદાન કરવા પ્રતિજ્ઞા લીધી હતી.
નોંધનીય છે કે જિલ્લાકક્ષા યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમમાં 9 થી 11 વર્ષના બાળકોની હાઈટ, વેઇટ અને દોડ વગરે માપદંડો ચકાસીને જિલ્લા કક્ષાની બેટરી ટેસ્ટ લેવામાં આવી હતી. આ બેટરી ટેસ્ટમાં ફોરવર્ડ બેન્ડ, શટલ રન, મેડિશીનલ બોલથ્રો અને 800 મીટર દોડ વગેરે ચકાસવામાં આવે છે. આ કાર્યક્રમમાં રમત ગમત અધિકારી લક્ષ્મણસિંહ, રમત વિકાસ અધિકારી મનસુખ તાવેથિયા સહિત રમતવીરો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.