લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) ને લઈ રાજકીય પક્ષો ઝંઝાવાતી પ્રચારમાં લાગી ગયા છે. રાજકીય પક્ષોના નેતાઓ વિવિધ રાજ્યોમાં જઈને રેલીઓ અને જાહેર સભાઓ કરી રહ્યા છે.
લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024)ને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુના ઉધમપુરમાં રેલીને સંબોધિત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉધમપુરમાં કહ્યું કે, આ ચૂંટણી માત્ર સાંસદોને ચૂંટવાની નથી. તેના બદલે દેશમાં મજબૂત સરકાર બનાવવાની છે. જ્યારે સરકાર મજબૂત હોય છે, ત્યારે તે જમીન પરના પડકારોને પહોંચી વળવા માટે કામ કરતી જોવા મળે છે.
10 साल के अंदर-अंदर जम्मू कश्मीर पूरी तरह बदल चुका है।
सड़क, बिजली, पानी, यात्रा, प्रवास ये सब तो है ही।
लेकिन सबसे बड़ी बात है, जम्मू कश्मीर का मन बदला है।
निराशा से आशा की ओर बढ़े हैं, जीवन पूरी तरह विश्वास से भरा हुआ है।
इतना विकास यहां हुआ है, चारो तरफ विकास हो रहा है।
— BJP (@BJP4India) April 12, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુના ઉધમપુરથી કહ્યુ કે, અહીંના જૂના લોકોને 10 વર્ષ પહેલાંનું મારું ભાષણ યાદ હશે. મેં તમને કહ્યું કે મારા પર વિશ્વાસ રાખો. હું તમને 60 વર્ષની સમસ્યાઓનો ઉકેલ બતાવીશ. ત્યારે મેં અહીં માતાઓ અને બહેનોના સન્માનની ખાતરી આપી હતી. ગરીબોને બે ટાઈમના ભોજનની ચિંતા નહીં કરવાની ખાતરી આપવામાં આવી હતી. આજે જમ્મુ-કાશ્મીરના લાખો પરિવારોને 5 વર્ષ માટે મફત રાશનની ખાતરી આપવામાં આવે છે. આજે લાખો પરિવારોને 5 લાખ રૂપિયાની મફત સારવારની ગેરંટી છે.
#WATCH | J&K: Addressing a public rally in Udhampur, PM Modi says, "For the sake of power, they had built a wall of 370 in Jammu and Kashmir…Due to your blessings, Modi demolished the wall of Article 370. I have also buried the debris of that wall in the ground. I challenge any… pic.twitter.com/yxcyfMsVOj
— ANI (@ANI) April 12, 2024
PM મોદીએ કહ્યું કે, દસ વર્ષ પહેલા સુધી જમ્મુ અને કાશ્મીરમાં કેટલા ગામો હતા? જ્યાં વહેતું પાણી અને રસ્તા નહોતા. આજે દરેક ગામમાં વીજળી પહોંચી ગઈ છે. આજે જમ્મુ અને કાશ્મીરમાં 75 ટકાથી વધુ ઘરોમાં પાઇપ દ્વારા પાણીની સુવિધા મળી રહી છે. PM મોદીએ કહ્યું કે, ભાજપે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી. અન્ય કોઈ રાજકીય પક્ષમાં તેને હટાવવાની હિંમત નહોતી.
#WATCH | J&K: Addressing a public rally in Udhampur, PM Modi says, "Modi thinks far ahead. So what has happened so far is just the trailer. I have to get busy in creating a new and wonderful picture of the new Jammu and Kashmir. The time is not far when Assembly Elections will be… pic.twitter.com/F8aHgialRA
— ANI (@ANI) April 12, 2024
લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુના ઉધમપુરમાં રેલીને સંબોધિત કરી હતી. ભાજપે ઉધમપુરથી કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહને ફરી ટિકિટ આપી છે. PM મોદીની રેલીને ધ્યાનમાં રાખીને અહીં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉધમપુર બાદ PM મોદી બાડમેરમાં વિજય શંખનાદ જનસભાને સંબોધશે. આ પછી સાંજે સોમનાથ ચારરસ્તાથી દૌસાના ગુપ્તેશ્વર દરવાજા સુધી રોડ શો કાઢવામાં આવશે.