Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

૧૩ લાખ થી વધુની લૂંટ અને મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

૧૩ લાખ થી વધુની લૂંટ અને મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ગળથર ગામ પાસે બનેલ લુંટના બનાવના આરોપીઓને પકડવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન લૂંટ ના કેસમાં નાસ્તા ફરતા આરોપી ને એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા .

લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર,જુના બંદરથી કેબલ સ્ટેડ પુલ તરફ જતાં રોડ ઉપર પાટા પાસે આવેલ રામદેવપીરના મંદિર સામે રોડ ઉપર કાળા કલરની નંબર પ્લેટ વગરની સ્કોર્પીયો કારમાં લૂંટના ગુન્હાના આરોપીઓ હાજર મળી આવેલ તેઓ પાસેથી લુંટની રકમ ૨,૭૦૦૦૦ તેમજ સ્કોર્પિયો કાર અને મોબાઈલ ફોન કુલ મળી ૧૩,૭૦૦૦૦ મળી આવેલ.

લાલાભાઇ હકાભાઇ મેર , પ્રકાશભાઇ ઉર્ફે પકો મોહનભાઇ જીવનાણી ની એલસીબીએ ધરપકડ કરી હતી જ્યારે લૂંટ કેસ નો દિનેશ ઉર્ફે ઇલુ રામચંદાણી પકડવાનો બાકી છે . પકડ્યાલે બન્ને આરોપીની પૂછપરછ કરતાં બંને આરોપીઓની પુછપરછ કરતાં તેઓ બન્ને તથા તેના મિત્ર વાઘાભાઇ પાંચાભાઇ ,અને દિનેશ ઉર્ફે ઇલુ રામચંદાણી તા.૦૯/૦૪/૨૦૨૪ના રોજ રાજાવદર ગામેથી જુગાર રમીને જતાં ભરતભાઇ જાની પાસેથી લુંટી લઇ લીધેલ હોવાની કબુલાત કરેલ. જે અંગે આગળની વધુ તપાસ થવા માટે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ અને આ અંગે બગદાણા પોલીસને જાણ કરવા તજવીજ કરવામાં આવેલ હતી.

 

 

 

 

 

 

રીપોર્ટ- સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

 

 

 

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.