નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશનના ગુનો દાખલ થયેલ. જેમાં ફરીયાદી પોતાની સ્કુલના વિદ્યાર્થીઓના ફી ના રૂ. ૪૪૭૫૦/- પોતાના પર્સમા મુકી બૅન્કમાં જમા કરાવવા સારૂ પોતાની સ્કુલની સામેથી રીક્ષામાં મોટી શાક માર્કેટ જવાનુ કહી રીક્ષાની બહારની સાઈડે બેસી નીકળેલ તે વખતે તેઓનુ પર્સ તથા ટીફીન રીક્ષા ડ્રાઇવરે ફરીયાદીના પગ પાસે મુકાવેલ અને ફરીયાદીને મોટી શાક માર્કેટના બદલે એનકેન બહાના બતાવી વાણીયાવાડ સર્કલ ઉતારી દીધેલ તે દરમ્યાન તે રીક્ષામા બેસેલ રીક્ષા ડ્રાઇવર તથા એક જાડા જેવા બહેન તથા અન્ય ત્રણ છોકરાઓ પૈકી કોઇએ ફરીયાદીની જાણ બહાર ફરીયાદીના આછા પર્પલ કલરના પાકીટની ચેઈન ખોલી તેમા મુકેલ એક પ્લાસ્ટીકની થેલીમાના રૂ. ૪૭,૭૫૦/- ની ચોરી કરી લઈ ગયેલ. જે અનડિટેકટ ગુનાના કામે મહે. પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ નાઓએ તપાસના કામે જરૂરી માર્ગદર્શન આપતા નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ભરવાડ નાઓએ ગુનાની ગંભીરતા લઇ સર્વેલન્સ પો.સબ.ઇન્સ એસ.બી. દેસાઇ તથા પો.સબ.ઇન્સ એન.જે. પંચાલ નાઓને તથા સ્ટાફના માણસોને ગુનો ડીટેકટ કરવા જરૂરી આપેલ.
જે સુચના મુજબ નડીયાદ નેત્રમ કમાન્ડ કંટ્રોલની મદદથી બનાવના સી.સી.ટી.વી. ફુટેજ જોઈ રીક્ષાનો નંબર મેળવતા GJ 07 AT 6110 ની જણાતા ગુનાના કામે સંડોવાયેલ રીક્ષાની તપાસ કરવા હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સોર્સ આધારે માહિતી મેળવી રીક્ષા ટોકળીની વોચ તપાસમાં હતા. દરમ્યાન અ.હેઙકો રધુવિરસિંહ ગંભીરસિંહ બ.નં. ૯૫૬ તથા આ.પો.કો સુરાભાઈ અમરાભાઈ બ.નં.૨૧૧ તથા આ.પો.કો દશરથભાઇ પુંજાભાઇ બ.નં. ૨૩૫ નાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે, ઉપરોકત ગુનાના કામે ગુનામાં સંડોવાયેલ રીક્ષા નંબર GJ 07 AT 6110 માં ગુનો કરતી ટોળકીના માણસો હાલ વડોદરાથી નીકળી અમદાવાદ તરફ જાય છે. અને થોડીવારમાં નડીયાદ શહેરમાં ડી-માર્ટ રીંગ રોડથી હેલીપેડ થઇ બીલોદરા ચોકડી તરફ જવાના બાયપાસ તરફ જનાર છે. જે બાતમી આધારે સદમ રીક્ષા ટોળકીને હેલીપેડ તંબુ ચોકી પાસેથી પકડી સદર ઇસમો તથા મહિલાની યુક્તિ પ્રયુકતિથી પુછપરછ કરતા તા. ૦૮/૦૪/૨૦૨૪ ના રોજ રીક્ષા લઈ વડોદરા થી અમદાવાદ જતી વખતે નડીયાદ કેનાલ પાસે એક બહેન રીક્ષાની રાહ જોઇ ઉભા હોય અને તેઓની પાસે પર્સ હોય જેથી રીક્ષા તેમની પાસે રાખી રીક્ષામા તેઓને બેસાડી દીધેલ અને રીક્ષામા તેઓની નજર ચુકવી તેમના પર્સમાંથી રોકડા રૂપિયા કાઢી લઇ બહેનને આગળ આવતા સર્કલ ઉપર ઉતારી દઇ રીક્ષા લઇને વડોદરા તરફ જતા રહેલ અને રોકડા રૂપિયા ગણી જોતા કુલ રૂ. ૪૪,૭૫૦/- હોવાનું કબુલાત કરેલ હોય જે પૈસા આરોપીઓ પાસેથી રીકવર કરવામાં આવેલ છે. તેમજ આરોપીઓની વધુ પુછપરછ કરતા પાંચ આરોપઓ પૈકી બે આરોપીઓ અગાઉથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું જણાય આવેલ છે. તેમજ સદર ગુનાની આગળની વધુ તપાસ પો.સબ.ઇન્સ એન.જે.પંચાલ કરી રહેલ છે.