Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

ઉત્તરસંડા ખાતેથી અલ્ટો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો સાથે એક ઇસમને ઝડપતી LCB પોલીસ

ઉત્તરસંડા ખાતેથી અલ્ટો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો સાથે એક ઇસમને ઝડપતી LCB પોલીસ

ગત તા.૧૧/૦૪/૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફ નાઓ વડતાલ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન ઉત્તરસંડા આઇ.ટી.આઇ ચોકડી પાસે આવતા પો.કો.ભાવેશકુમાર નાઓને બાતમી હકીકત મળેલ કે ઉત્તરસંડા જી.ઇ.બી પાછળ, આદર્શ ફાર્મની બાજુમાં રહેતો સંજયભાઇ ઉર્ફે જીગો ચંદુભાઈ સોલંકી નાનો ઉત્તરસંડા એસ.બી.આઇ બેન્કની બહાર પાર્ક કરેલી એક સફેદ કલરની અલ્ટો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો વેચાણ કરે છે.

જે હકીકત આધારે જગ્યાએ આવતા એક સફેદ કલરની અલ્ટો ગાડી પાર્ક કરેલ હોય જે ગાડીની આગળ પાછળ નંબર પ્લેટ જોતા જી.જી.૨૭.સી.૭૮૭૯ ની લગાવેલ હતી જે ગાડીની પાછળનો દરવાજો ખોલી એક ઇસમ અંદર કંઇક કરતો હોય. જે ઇસમને નામ-ઠામ પુછતા પોતે પોતાનું નામ સંજયભાઇ ઉર્ફે જીગો ચંદભાઇ સોલંકી રહે.ઉત્તરસંડા જી.ઇ.બી પાછળ, આદર્શ ફાર્મની બાજુમાં તા.નડીયાદ જી.ખેડા નાઓને તેના કબ્જા ભોગવટાની એક સફેદ કલરની અલ્ટો ગાડી નંબર-જી.જે.૨૭.સી.૭૮૭૯ કિ.રૂા.૧,૦૦,૦૦૦/- તથા ભારતીય બનાવટની પરપ્રાંતની વિદેશી દારૂની કુલ બોટલ તથા ક્વાર્ટર તથા બીયર ટીન નંગ-૨૧૯ કિં.રૂા.૨૭,૩૪૦/- તથા એક વીવો કંપનીનો મેટાલીક બ્લ્યુ કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂા.પ૦૦૦/- મળી કુલ્લે મુદ્દામાલ કિ.રૂા.૧,૩૨,૩૪૦/-નો પ્રોહી મુદ્દામાલ રાખી પકડાઇ જઇ તેઓ વિરૂદ્ધમાં વડતાલ પો.સ્ટે ગુનો રજીસ્ટર કરેલ છે.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.