Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

લોકસભા ચૂંટણીને લઈ ખેડા જિલ્લા હોમગાર્ડસ દળના 16 યુનિટમાં સૌ જવાનોને ફરજ અને મતદાનના શપથ ગ્રહણ કરાયા

લોકસભા ચૂંટણીને લઈ ખેડા જિલ્લા હોમગાર્ડસ દળના 16 યુનિટમાં સૌ જવાનોને ફરજ અને મતદાનના શપથ ગ્રહણ કરાયા

ખેડા જિલ્લા હોમગાર્ડ દળના 16 યુનિટમાં રવિવારની પરેડ દરમિયાન નિષ્ઠાપૂર્વકની ફરજ અને મતદાન કરીશું અને કરાવીશું તેવા શપથગ્રહણ સૌ હોમગાર્ડ સભ્યોને ઓફિસર કમાન્ડિંગ દ્વારા કરાવવામાં આવ્યા હતા. જિલ્લા કમાન્ડન્ટ પ્રણવ સાગરના માર્ગદર્શન હેઠળ ખેડા જિલ્લાના 16 યુનિટોના ઓફિસર કમાન્ડિંગ દ્વારા અને સ્ટાફ ઓફિસર તાલીમ અલ્પેશભાઈ મકવાણા તથા સ્ટાફ ઓફિસર પબ્લિસિટી નિર્મલ કુમાર મહેતાના વળપણ હેઠળ નડિયાદ સહિત સોળ યુનિટોમાં શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે સૌ હોમગાર્ડ જવાનોએ આગામી લોકસભાની ચૂંટણીમાં અમો સૌ નિષ્ઠાપૂર્વક-પક્ષપાત સિવાય ફરજ બજાવીશું સાથે સાથે અમો મતદાન કરીશું અને અમારી પરિવારજનોને પણ મતદાન કરાવીશું તેવા શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમથી હોમગાર્ડદળમાં મતદાન-પ્રત્યેની જાગૃતિ આવે તે માટે આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.

 

 

 

 

રિપોર્ટર – યેશા શાહ( ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.