Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

ડો. આંબેડકર જન્મજયંતિ નિમિત્તે દેવુસિંહ ચૌહાણ તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

ડો. આંબેડકર જન્મજયંતિ નિમિત્તે દેવુસિંહ ચૌહાણ તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

વિશ્વવિભૂતિ, ભારત રત્ન પરમ પૂજ્ય ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર સાહેબની જયંતિ નિમિત્તે આંબેડકરજીની પ્રતિમાને દેવુસિંહ ચૌહાણે પુષ્પાંજલિ અર્પણ કરી ભાવાંજલિ અર્પણ કરી. સમગ્ર રાષ્ટ્ર તેમના અમર કાર્યોને હરહંમેશ આદર અને કૃતજ્ઞતા સાથે યાદ કરશે તેમ જણાવ્યું હતું.

આ સાથે ભારતીય બંધારણના રચયિતા ભારત રત્ન શ્રી ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવાંજલિ અર્પી હતી.

આ કાર્યક્રમ ખાતે નડિયાદ વિધાનસભા લોકસભા ઇન્ચાર્જ, નડિયાદ શહેર સંગઠન પ્રમુખ, મહામંત્રી, નગરપાલિકા પ્રમુખ, જી.અ. જ.જા.મોરચા મહામંત્રી, શહેર અ. જ.જા.મોરચા પ્રમુખ રણજીતભાઇ, જી. અ.જા.મોરચા પ્રમુખ, કાઉન્સિલરઓ,સહિત ભાજપ સંગઠન પરિવારના સૌ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

રિપોર્ટર – યેશા શાહ( ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.