આજથી લોકશાહીના મહાપર્વની શરૂઆત થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને અપીલ કરતાં એક્સ પર પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું કે આજથી લોકશાહીના સૌથી મોટા ઉત્સવની શરૂઆત થઈ રહી છે.
लोकतंत्र का सबसे बड़ा उत्सव आज से शुरू हो रहा है! लोकसभा चुनाव के पहले चरण के मतदान में 21 राज्यों और संघ शासित प्रदेशों की 102 सीटों के लिए वोट डाले जाएंगे। इन सभी सीटों के मतदाताओं से मेरा आग्रह है कि वे अपने मताधिकार का प्रयोग जरूर करें और वोटिंग का नया रिकॉर्ड बनाएं। पहली बार…
— Narendra Modi (@narendramodi) April 19, 2024
વડાપ્રધાન મોદીએ કરી મતદારોને અપીલ
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 102 બેઠકો પર મતદાન થશે. આ તમામ બેઠકોના મતદારોને મારો આગ્રહ છે કે તે મતાધિકારનો પ્રયોગ કરે અને વોટિંગનો નવો રેકોર્ડ બનાવે. પહેલીવાર મતદાન કરવા જઈ રહેલા યુવા સાથીઓને અપીલ છે કે તે ભારે સંખ્યામાં મતદાન કરે. લોકતંત્રમાં દરેક વોટ કિંમતી છે અને દરેક અવાજનો મહત્ત્વ છે.