રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) વાર્ષિક ધોરણે રૂ. 1 લાખ કરોડનો નફો મેળવનારી પ્રથમ ભારતીય કંપની બની છે. નાણાકીય વર્ષ માટે કંપનીનો ચોખ્ખો નફો એક વર્ષ અગાઉની સરખામણીમાં 7 ટકા વધીને રૂ. 79,020 કરોડ થયો છે. વધુમાં, કંપનીએ કન્ઝ્યુમર બિઝનેસ અને અપસ્ટ્રીમ બિઝનેસમાં સતત વૃદ્ધિની ગતિને કારણે રૂ. 10 લાખ કરોડથી વધુની રેકોર્ડ વાર્ષિક એકીકૃત આવક હાંસલ કરી છે.
31 માર્ચે પૂરા થયેલા વર્ષમાં EBITDA 16.1 ટકા વધીને રૂ. 1.79 લાખ કરોડ થયો છે. કંપનીએ 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે શેર દીઠ રૂ. 10નું ડિવિડન્ડ પણ જાહેર કર્યું હતું.
31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં RILનો નફો રૂ. 18,951 કરોડ હતો. આ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં, કંપનીએ 17,265 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. ગયા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં, કંપનીએ 19,299 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.
નાણાકીય વર્ષ 2024 ના ચોથા ક્વાર્ટરમાં RILની આવક ત્રિમાસિક ધોરણે રૂ. 2.25 લાખ કરોડથી વધીને રૂ. 2.37 લાખ કરોડ થઈ છે. વાર્ષિક ધોરણે તે 2.13 લાખ કરોડ રૂપિયાથી વધીને 2.37 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે.
નાણાકીય વર્ષ 2024 ના ચોથા ક્વાર્ટરમાં RILનો EBITDA ત્રિમાસિક ધોરણે રૂ. 40,656 કરોડથી વધીને રૂ. 42,516 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2023 ના ચોથા ક્વાર્ટરમાં, કંપનીનો EBITDA 38,440 કરોડ રૂપિયા હતો.
FY 2024 ના ચોથા ક્વાર્ટરમાં RILનું EBITDA માર્જિન ત્રિમાસિક ધોરણે 18.1 ટકાથી ઘટીને 18 ટકા થયું છે. નાણાકીય વર્ષ 2023 ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનું EBITDA માર્જિન 18.1 ટકા હતું.