Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 35°C

મહેંદી બની મતદાન જાગૃતિ માટે અનોખી મિસાલ

મહેંદી બની મતદાન જાગૃતિ માટે અનોખી મિસાલ
આગામી તા.07 મેના રોજ લોકસભા સામાન્ય ચૂંટણીમાં ખેડા જિલ્લામાં મતદાનનું પ્રમાણ ઉંચુ લાવવા ચાલતી અનેકવિધ પ્રવૃતિઓના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એન.આર.એલ.એમ.)ની સખી મંડળની બહેનોએ હાથોમાં મતદાન જાગૃતિના સ્લોગનની મહેંદી મુકીને મતદાન જાગૃતિનો અનોખો સંદેશ આપ્યો હતો.
જેમાં જિલ્લાના વિવિધ સખી મંડળોની કુલ 36,780 જેટલી બહેનો  દ્વારા હાથ પર મહેદી મૂકી દરેક ગામોમાં 100% મતદાન થાય તે માટે સમાજમાં એક અનોખો સંદેશો આપ્યો.  સખી મંડળની બહેનોએ તેમના હાથ પર મહેંદી થી “ચુનાવકા પર્વ દેશ કા ગર્વ” અને “આવો મતદાન કરીએ પવિત્ર ફરજ અદા કરીએ” જેવા વિવિધ સ્લોગન લખી મતદાન જાગૃતિની કામગીરી કરી હતી.

રિપોર્ટર – યેશા શાહ( ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.