નાનાવગા ગામમાં સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ ધ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજમાં ખોટા કુરિવાજો નાબૂદ કરવા અને લગ્નપ્રસંગમાં ખોટા ખર્ચાઓથી સૌને બચાવવા માટે ચુસ્ત નિયમોની સખ્ત મહેનતથી દિપક સર્વ જન ટ્રસ્ટ નાનાવગા ગામમા પ્રમુખ રણજીતસિંહ સોઢા દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમૂહલગ્નમાં ખેડા જિલ્લા ક્ષત્રિય સમાજના 33 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. સમૂહ લગ્નમાં દિકરીઓ ( કન્યા પક્ષ ) તરફ થી માત્ર 1/રૂપિયામાં લગ્ન કરાવીને આપવામાં આવ્યા હતા. દિકરીઓને લગ્નપ્રસંગમાં રસોડાસેટથી લઈને જીવનજરૂરી વસ્તુઓ પણ આયોજકો તરફથી આપવામાં આવી હતી.
આ સમૂહલગ્નનું આયોજન નાનાવગા ગામના રણજીતસિંહ સોઢા તરફથી કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ક્ષત્રિય સમાજના જિલ્લા અગ્રણી ભારતસિંહ પરમાર સહીત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.