Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 25°C

ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે માઇ મંદિર ખાતે ભગવાન પરશુરામના પૂજા નું આયોજન કરાયું

ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે માઇ મંદિર ખાતે ભગવાન પરશુરામના પૂજા નું આયોજન કરાયું

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ખેડા જિલ્લા દ્વારા ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે માઇ મંદિર ખાતે ભગવાન પરશુરામના પૂજા નું આયોજન કરવામાં આવેલ હતું. આ પૂજામા જિલ્લા પ્રમુખ ધીરજભાઈ શુકલા, મહામંત્રી સુધીરભાઈ ઉપાધ્યાય, મુખ્ય સંગઠક આશિષભાઇ ભટ્ટ અને તુષારભાઈ જોશી, ઉપ પ્રમુખ રાહુલભાઈ દવે, નડિયાદ શહેર પ્રમુખ કેયુરભાઈ ભટ્ટ, મહિલા પાંખ પ્રમુખ પ્રીતિબેન ઉપાધ્યાય, મહિલા પાંખ મુખ્ય સંગઠક શીતલબેન ત્રિવેદી અને વિભૂતીબેન વ્યાસ, વરિષ્ટ ભૂદેવ પરિવાર ના પ્રમુખ ભરતભાઈ પંડ્યા સાથે વરિષ્ટ ભૂદેવો, અને ખેડા જિલ્લા ના ૨૦૦ થી પણ વધુ ભૂદેવો હાજર રહ્યા હતા.

જિલ્લા પ્રમુખ ધીરજભાઈ શુક્લા સાથે હોદ્દેદારોએ માઇ મંદિર ના માઇધર્મ પીઠાધીશ્વર શ્રી હરેન્દ્રપ્રસાદ મહારાજ દ્વારા બ્રાહ્મણ સમાજ અને સર્વ સમાજ ને અપાતી સેવા માટે આભાર વ્યક્ત કર્યો સાથે જણાવ્યું કે સંસ્થા દ્વારા આવનારા સમય માં સર્વ સમાજહિત માટે સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવશે કરવામાં આવશે અને જેનો લાભ સર્વ સમાજને મળશે. આગામી વર્ષ ૨૦૨૫ માં પરશુરામ જન્મોત્સવ ના દિવસે માઇ મંદિર, નડિયાદ ખાતેથી ભવ્ય પરશુરામ યાત્રા કાઢવામાં આવશે, જેમાં ખેડા જિલ્લા ના દરેક ભૂદેવો ભાગ લેશે.

 

 

રિપોર્ટર – યેશા શાહ( ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.