આજે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા બાળપણથી અલગ અલગ સ્વરૂપો ના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને સુખડી નો ભોગ ધરાવવામાં આવ્યો.
સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી.
દાદા ના બાળપણ થી ઘળપણ સુધીના અલગ અલગ સ્વરૂપો ના ફોટા થી શણગાર કરવામાં આવ્યા. આ પ્રસંગે દાદા ને મલિન્દો જમાડી ધન્યતા અનુભવી અને મંદિરમાં રામધૂન કરવામાં આવી.
આ મંદિર 140 વર્ષ જૂનું મંદિર છે જે નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલું છે જે મંદિરે દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદાને કરવામાં આવે છે અને દાદાને મહાભોગ ધરાવામાં આવે છે અને ભક્તો આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે.
અનોખા દર્શનનો લાભ લેવા ભક્તો સવારથી મોટી સંખ્યામાં આવે છે.