ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ઠેરઠેર ટ્રાફિક ડ્રાઈવ અંગે સૂચના આપવામાં આવતા કઠલાલ પોલીસ દ્વારા શહેરના મુખ્ય રસ્તા સહિતના વિસ્તારોમાં ટ્રાફિકના નિયમોને લઇ ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. જેમાં 63 વાહન ચાલકોને રૂ 31 હજારનો દંડ ફટકાર્યો હતો જ્યારે 4 વાહનો ડિટેઇન કર્યા હતા.
આ સાથે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બનતા અકસ્માતના બનાવો અટકાવવા સારૂ મહેમદાવાદ પોલીસ દ્વારા સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કર્યુ હતુ. જેમાં માલવાહક વાહનોમાં આડેધડ મૂસાફરોને બેસાડી લઈ જતા વાહન અને નંબર વગરના ડમ્પર ચાલકો સામે લાલ આંખ કરી છે. ત્યારે આ ડ્રાઇવમાં પોલીસે 15 જેટલા વાહનો એમ. વી. એક્ટ કલમ 207 મુજબ ડિટેઇન કર્યા છે.