દેશભરમાં ચકચાર મચાવનાર રાજકોટના ગેમઝોન આગની ઘટના બાદ હવે દરેક વિભાગમાં ફાયર સેફ્ટી માટેની તકેદારી રાખવામાં આવી રહી છે, જેને લઈ નડિયાદ ડેપો દ્વારા પણ બસમાં આગ લાગે ત્યારે ડ્રાઇવર, કંડક્ટરે આગ ઓલાવવા માટે શું કરવું જોઈએ તેની તાલીમ શિબિર રાખી હતી અને પ્રેક્ટીકલ કરીને નડિયાદ ફાયર બ્રિગેડ દ્વારા સમજ આપવામાં આવી હતી.
રાજકોટની ઘટના બાદ હવે દરેક વિભાગમાં ફાયર સેફ્ટી માટેની તકેદારી રાખવામાં આવી રહી છે. ગતરોજ નડિયાદ ડેપો દ્વારા પણ બસમાં આગ લાગે ત્યારે ડ્રાઇવર, કંડક્ટરે આગ ઓલાવવા માટે શું કરવું જોઈએ તેની તાલીમ શિબિર રાખી હતી અને પ્રેક્ટીકલ કરીને નડિયાદ ફાયર બ્રિગેડ દ્વારા સમજ આપવામાં આવી હતી.