ખેડા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મામલતદાર કચેરી માતર દ્વારા 21 જૂન-2024, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી હેતુ એન.સી. પરીખ સર્વોદય વિનય મંદિર માતર ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
જેમા, માતર ધારાસભ્ય, માતર મામલતાર, તાલુકાના ઉચ્ચ અધિકારીઓ સહિત કુલ 650 લોકોએ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં સહભાગી થઈ વિવિધ યોગ-આસનો, પ્રાણાયામ અને ધ્યાન કર્યુ હતુ.