નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અરજદારો દ્વારા રાષ્ટ્રધ્યજનું વારંવાર અપમાન, નમી ગયેલ વિજ થાંભલા, લોન સબસીડી સહાય, નલ સે જલ યોજના અંતર્ગત ગામમા પાણીનો મીની પ્લાંટ બનાવવા તથા જમીનના ક્ષેત્રફળ સુધારામાં પુન:ચકાસણી કરાવવા સહિતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.
કલેક્ટર શ્રીમતી તેવતિયાએ નાગરિકોના પ્રશ્નોને સાંભળીને ઉપસ્થિત અધિકારીઓને કેટલાંક રચનાત્મક સલાહ-સૂચનો આપીને સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા જણાવ્યું હતું.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર, નાયબ કલેકટર (પ્રોટોકોલ) એન. એફ. વસાવા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.આર.પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને અરજદારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.