ખેડા જિલ્લામાં નડિયાદ નગરપાલિકામાં બાકીદારોનું લેણું રૂપિયા 11 કરોડ વટાવી ચૂક્યુ છે ત્યારે શહેરીજનોનો બાકી ટેક્સ સમયસર નહીં ભરાવાને કારણે આ રકમ વધતી હોય પાલિકા દ્વારા હવે પઠાણી ઉઘરાણી શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નગરપાલિકા દ્વારા પહેલા નોટિસ આપવાની અને ત્યારબાદ મિલકતો સીલ કરવાની કામગીરી શરૂ કરતા ફક્ત ચાર દિવસમાં રૂપિયા 22 લાખની ઉઘરાણી થઈ ગઈ છે. હજુ પણ ઘણી ખાનગી મિલકતો અને 50 જેટલી સરકારી મિલકતોના ટેક્સ બાકી છે. જે તમામને નોટિસ આપી સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે. પાલિકાના જણાવ્યું હતું કે જો ભાગીદારો દ્વારા સમયસર ટેક્સ ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ ઝુંબેશને વધુ ફાસ્ટ બનાવવામાં આવશે.
પાલિકાની ટીમો જુદા જુદા વોર્ડમાં બાકીદારોની યાદી બનાવી કામગીરી કરી રહી છે, અત્યાર સુધી અંદાજીત 15 લાખ રૂપિયા વેરો નગરપાલિકામાં ભરપાઈ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.