શ્રીમદ ભગવદ ગીતા જ્ઞાન નો અભ્યાસક્રમ માં સમાવેશના વિરોધને વખોળતા વિદ્યાભારતી વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સેવિકા સમિતિ સામાજિક સમરસતા દ્વારા આજરોજ રાજપીપલા જિલ્લા સેવા સદનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું
અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભગવત ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો પોતાના અંગત નિહત સ્વાર્થ અને રાજકીય તૃષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે તેના વિરોધને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ ભગવદ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈ પણ ધર્મ જાતિ પંથ કે મત સંપ્રદાયક નો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી ભગવત ગીતામાં જ્ઞાન ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે જે શાંતિ સલામતી અને દેશ નિષ્ઠાથી જીવન વ્યતિત કરવા માગતા મનુષ્યને માત્રને સમાન રૂપ લાગુ પડે છે આ જ્ઞાન સહુ કોઈના જીવનમાં વિકાસ માટે મહત્વનું છે અદાલતમાં આજે પણ શ્રીમદ ભગવત ગીતાના નામે શપથ લેવાય છે કે સત્ય નિષ્ઠા ન્યાય અને પ્રમાણિકતાનું પ્રતીક છે જે વિશ્વના પ્રત્યેક મનુષ્યને સમાન રીતે લાગુ પડે છે ભારતીય બંધારણના ઘડવૈયા ડો. આંબેડકર પોતાના સામાયિકોમાં ભગવત ગીતાના શ્લોક ના આધાર ને લઈ સત્ય સ્થાપના સત્યાગ્રહ અસમાનતા અને અશ્-પુસ્તનો છેદ ઉડાડવામાં આવ્યો છે જીવન જીવવાના મૂલ્યને નિર્દેશ કરતી ગીતાએ ધાર્મિક ગ્રંથની સાપેક્ષ આદર્શ માર્ગદર્શક સિદ્ધાંત છે ભગવત ગીતામાં દર્શાવેલ સદગુણોનું વિદ્યાર્થીઓને પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રભુ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ સમાવેશ કરવા માટે રાજ્ય સરકાર અને વિશેષમાં આપ શ્રી ને અભિનંદન. શ્રીમદ ભગવત ગીતાના જીવન મૂલ્યોના પાઠ કોઈપણ ભેદભાવ વિના ભણાવવામાં આવે તેને કોઈપણ જાતનો વિરોધથી વિચલિત થયા વિના ચાલુ રાખવા જોઈએ એવો અનુરોધ આજરોજ આવેદનમાં કર્યો હતો
માયાબેન પંચાલ રાષ્ટ્રીય સેવિકા સમિતિ રશ્મિભાઈ પંડ્યા નિલેશભાઈ તડવી અજીતભાઈ રાઠોડ ગૌતમભાઈ પટેલ પુષ્પરાજસિંહ ચૌહાણ પ્રેમ ભાઈ વસાવા તેજસ ગાંધી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર -શૈશવ રાવ નર્મદા
Srimad Bhagavad Gita