પોલીસ અધિક્ષક, રાજેશ ગઢીયા ખેડા-નડીયાદ નાઓએ જિલ્લામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવા અંગેની ડ્રાઇવ હોય તેમજ મિલ્કત સંબંધી ગુના બનતા અટકવા અંગે પોલીસ ઇન્સપેક્ટર એસ.ઓ.જી. ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ પો.સબ.તથા સ્ટાફના લોકોની ટીમ બનાવી નડીયાદ ટાઉન પો.સ્ટે. પેટ્રોલીંગમાં ફરતા હતા. દરમ્યાન ફરતા ફરતા નડીયાદ રેલ્વે સ્ટેશન નજીક આવતા અ.હેઙકો વનરાજભાઇ તથા આ પો.કો. જયેશકુમાર નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, નડીયાદ ટાઉન પો. સરે ગુ.ર.નં. ૧૧૨૦૪૦૪૬૨૪૦૫૧૩/૨૦૨૪ બી.એન.એસ કલમ ૩૦૯(૪),૩(૫) તથા જી.પી એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપી નામ હાજીભાઇ દાઉદભાઈ મોરી ( ડફેર) રહે, બાજરડા, તળાવની પાસે તા. ધંધુકા જી. અમદાવાદ નાઓ રેલ્વે સ્ટેશન સામે આવી રેલ્વે સ્ટેશનની સામે ખાંચામાં ઉભેલ છે.
જે માહીતી આધારે સદર આરોપીને તા.૧૯/૦૭/૨૦૨૪ ના રોજ ઝડપી લઇ તેની વધુ પુછપરછ કરતા પોતે નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુનાના કામે તેમજ અમદાવાદ જીલ્લાના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનના ૧૧૧૯૨૦૬૩૨૪૦૩૪૮/૨૦૨૪ બી.એન.એસ કલમ ૩૦૯(૬), ૫૪ મુજબના ગુનાના કામે નાસતો ફરતો હોવાની કબુલાત કરતો હોય સદર આરોપીને ઝડપી લઇ વધુ તપાસ અર્થે નડીયાદ ટાઉન પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.