Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026

નડિયાદ બીવીપી દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન અને ગૌરીવ્રત ઉજવણી કાર્યક્રમ યોજાયો

નડિયાદ બીવીપી દ્વારા ગુરુવંદન  છાત્ર અભિનંદન અને ગૌરીવ્રત ઉજવણી કાર્યક્રમ યોજાયો

ભારત વિકાસ પરિષદ નડિયાદ શાખા ઘ્વારા નગર પ્રાથમિક શાળા નં. 3 (કન્યા શાળા) ખાતે ગુરુવંદન છાત્ર અભિનંદન અને ગૌરીવ્રત ઉજવણી કાર્યક્રમ યોજાયો. પ્રમુખ અમિત સોની સૌને આવકાર આપ્યો. આઈપીપી અમિત સોનીએ સંસ્થા વિશે માહિતી આપી, પ્રમુખ તેજલભાઈ પંડ્યા એ ગુરુવંદન છાત્ર અભિનંદન વિશે સુંદર વક્તવ્ય રજુ કરેલ, ત્યાર બાદ વિધાર્થીઓ ૧૨૫ જેટલી કન્યાઓ ઘ્વારા ગુરુ પૂજન કરવામાં આવ્યુ અને વિધાર્થીઓને ગૌરીવ્રત નિમિત્તે ફરાળી વેફરનુ વિતરણ કરવામાં આવેલ.

આ પ્રસંગે પ્રમુખ તેજલભાઈ પંડ્યા, આઈપીપી અમિત સોની, ઉપ પ્રમુખ દિવ્યેશભાઈ શાહ, મંત્રી રિન્કેશભાઈ સોની, સંયોજક ભાવેશભાઈ રાઠોડ, સહ સંયોજક દિલીપભાઈ ભટ્ટ, પ્રદીપભાઈ બારોટ, સુરેશભાઈ પંચાલ, સુનિલભાઈ રામી, ભાલચંદ્ર બ્રહ્મભટ્ટ, પ્રદીપભાઈ બારોટ, જલ્પેશ દેસાઈ, મનોજભાઈ દેસાઈ, શાળાનો શિક્ષકગણ, શાળાની ૧૨૫ જેટલી કન્યાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ મને સફળ બનાવ્યો હતો.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.