કેન્દ્રીય મંત્રી નાણાંમંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) દ્વારા આજે સંસદમાં રજુ કરાયેલા બજેટ-2024માં સંરક્ષણ ક્ષેત્રને મજબૂત કરવામાં આવ્યું છે. અગાઉના બજેટમાં સંરક્ષણ માટે 5.93 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી, તો આ વખતે તેમાં 3.4 ટકાનો વધારો કરી 6.2 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. કુલ બજેટમાંથી સૌથી વધુ લગભગ 12.9 ટકાની ફાળવણી સંરક્ષણ માટે કરાઈ છે.
આપણી સેનાઓ આવી રીતે થશે મજબૂત?
કોઈપણ દેશની સૌથી મોટી તાકાત હથિયારો, ફાઈટર પ્લેન અને દારુગોળો હોય છે. કેન્દ્ર સરકારે સંરક્ષણમાં હથિયારો અને સાધનસામગ્રી ખરીદવા માટે 1 લાખ 72 હજાર રૂપિયાની ફાળવણી કરી છે. આ નાણાંથી એરક્રાફ્ટ અને એરોએન્જિન સાધનો ખરીદવામાં આવશે. આ ઉપરાંત હેવી અને મીડિયા વ્હીકલ, અન્ય હથિયારો અને દારુગોળો પણ ખરીદવામાં આવશે. સેનાને અન્ય ટેકનિકલ ઉપકરણોથી પણ સજ્જ કરવામાં આવશે. સેના માટે સ્પેશિયલ રેલવે વેગન ખરીદવામાં આવશે. બજેટમાં કરાયેલી જોગવાઈથી નૌકાના કાફલોને મજબૂત કરાશે, નેવલ ડૉકયાર્ડ પ્રોજેક્ટ શરૂ કરાશે. એરફોર્સ માટે પણ એરક્રાફ્ટ, હેવી વ્હીકલ અને અન્ય સાધનો ખરીદવાની યોજના છે.
સેનાને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી જોગવાઈ કરાઈ
સંરક્ષણ બજેટથી સેનાને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી જોગવાઈ કરવામાં આવી છે. આમાં ત્રણેય સેનાઓ માયે હથિયારો અને સાધનસામગ્રીનું નિર્માણ કરવા માટે ઘણા પ્રોજેક્ટો તૈયાર કરવામાં આવ્યા છે. સરકાર જાહેર સાહસોમાં પણ રોકાણ કરવા માટે તૈયાર છે. આ પહેલા વચગાળાના બજેટમાં નાણાંમંત્રીએ જાહેરાત કરી હતી કે, સંરક્ષણ સેક્ટરને ડીપ ટેક ટેકનોલોજીથી મજબૂત કરવામાં આવશે. આનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને આત્મનિર્ભર બનાવવાનો છે. આ ઉપરાંત રોબોટિક્સ, મશીન લર્નિંગ અને ક્વોન્ટમ કોમ્પ્યુટર જેવા ક્ષેત્રોમાં સંશોધન પણ કરવામાં આવશે.
As far as the allocation to Ministry of Defence is concerned, I thank the Finance Minister for giving the highest allocation to the tune of Rs 6,21,940.85 Crore, which is 12.9 % of total Budget of GoI for FY 2024-25.
The capital outlay of Rs 1,72,000 Crore will further…
— Rajnath Singh (@rajnathsingh) July 23, 2024
સંરક્ષણ મંત્રીએ નાણામંત્રીનો આભાર વ્યક્ત કર્યો
બજેટ રજુ થયા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) નાણાંમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ‘સંરક્ષણ મંત્રાલયને સૌથી વધુ 12.9 ટકા બજેટ ફાળવવા બદલ આભાર… મને ખુશી છે કે, અગાઉના બજેટની સરખામણીમાં સરહદી રસ્તાઓના ડેવલપમેન્ટની મદદ કરવા માટે ફાળવણીમાં 30 ટકાનો વધારો આપવામાં આવ્યો છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનને 6500 કરોડ રૂપિયાની ફાળવણી કરાતા આપણું બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બનશે.’