આજરોજ વ્યારા શહેરના હિન્દુ સંગઠનો અને હિંદુ સમાજના લોકો દ્વારા વિશાળ રેલી યોજી કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ધાર્મિક સંસ્થાનોના વહીવટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મંદિરો હિન્દુ સમાજના લોકોની આસ્થાનું કેન્દ્ર છે, અને જ્યાં 50 થી 100 વર્ષ જૂના મંદિરો આવેલા છે તો કયા હિસાબે આ ધર્મસ્થાનો ખસેડવામાં કે તોડવામાં આવે ?? જ્યારે તાપી જિલ્લા કલેકટર દ્વારા સ્થાનિક આગેવાનો તથા મંદિરના ટ્રસ્ટીઓ આગેવાનો સાથે વાતચીતમાં કહેવામાં આવ્યું હતું, કે સરકાર દ્વારા ૨૦૧૦ના આદેશ મુજબ જે ધાર્મિક સ્થાનો સરકારી જગ્યામાં બાંધવામાં આવ્યા છે તેમનું ડિમોલેશન કરી જગ્યા ખુલ્લી કરી સરકાર હસ્તગત કરવામાં આવશે અને જો આ ધાર્મિક સંસ્થાનોને માલિકીમાં લેવા હોય તો દિન 7 માં કલેકટર માં તેની માંગણી કરી જરૂરી આધાર પૂરાવા આપી રેગ્યુલર કરી શકાય છે અને જગ્યાની જે કંઈ કિંમત સરકાર નક્કી કરે તે ભરીને એવું પોતાની માલિકીનું કરાવી શકો છો એમ જણાવી હિંદુ સમાજના લોકોને આશ્વાસન આપવામાં આવ્યું હતું.
રીપોર્ટર :- વિકાસ શાહ(તાપી)
Hindu organizations