Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 28°C

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર દ્વારા સેવાકીય કાર્ય હાથ ધરાયું

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર દ્વારા સેવાકીય કાર્ય હાથ ધરાયું

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે 4000 નંગ પાણીપુરી ગૌરી વ્રત કરતી દીકરીઓને બેસાડી ને પાણીપુરી ખવડાવવામાં આવી.

જેમાં મંદિરના વ્યવસ્થાપક શ્રી અશોકભાઈ પંચાલ તથા આમંત્રિત મહેમાનો ઋષિભાઈ ગૌસ્વામી-અશોકભાઈ ગજજર ના હસ્તે વિતરણ કરવામાં આવી. અને દીકરીઓએ ખૂબ આનંદથી ગૌરીવ્રત ના ઉપવાસ છોડી પાણીપુરી ખાઈ આનંદની લાગણી અનુભવી. આ મંદિર 140 વર્ષ જૂનું મંદિર છે જે મંદિરમાં અવનવી સામાજિક સેવાઓ ચાલતી આવી રહી છે.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.