પોલીસ અધિક્ષક નાઓએ જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા આપેલ નાસતા ફરતા ડ્રાઇવ તા.૧૯/૦૭/૨૪ થી તા.૨૯/૦૭/૨૪ સુધી જે અન્વયે આપેલ જરૂરી સુચનાઓ આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન અને સુચના હેઠળ ગત તા.૨૯/૦૭/૨૦૨૪ ના રોજ પો.કો શૈલેષકુમાર નારણભાઈ નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકિકત મળેલ કે, (૧) માતર પોલીસ સ્ટેશન પાર્ટ-એ. ગુ.૨.નં. ૧૧૨૦૪૦૪૦૨૨૦૩૧૦/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦ મુજબ તથા (૨) સેવાલીયા પોલીસ સ્ટેશન પાર્ટ એ. ગુ.ર.નં-૧૧૨૦૪૦૬૭૨૩૦૧૬૦/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦ મુજબના કામે નાસતો ફરતો આરોપી કરણસિંગ મખનસિંગ ચૌહાણ રહે.સેકટર-૩૫, પનવેલ, રાયગઢ તલોજ મુંબઇ ઓફીસ- દીપ ઇન્ફ્રા ટ્રોલીવેય ૪૦૫ સેલટેન ક્યુબીક્સ સેકટર-૧૫ સી.બી.ડી.બેલાપુર, મહારાષ્ટ્ર નાઓ હાલ રહે. સેકટર-૧૦૪, ફલેટ નંબર-૮૦૩, મ્યુન્સીપલ હાઇટ, મોહાલી, પંજાબ રહે છે અને હાલ તે મુંબઇ ખાતે આવેલ છે, સદર આરોપીને પકડી લાવવા રાજ્ય બહાર તપાસમાં જવાની મંજુરી મેળવી ઉપરોક્ત પોલીસ કર્મચારીઓ સાથે ખાનગી વાહનમાં મુંબઇ (મહારાષ્ટ્ર) ખાતે જઇ ટેકનીકલ મદદથી તેમજ હ્યુમન સોર્સ મારફતે ઉપરોક્ત આરોપીની તપાસ કરતા આરોપી મળી આવતા સદરી ઇસમનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ કરણસિંગ મખનસિંગ ચૌહાણ હાલ રહે. સેકટર-૧૦૪, ફલેટ નંબર-૮૦૩,મ્યુન્સીપલ હાઇટ, મોહાલી, પંજાબ તેમજ પહેલા દીપ ઇન્ફા ટ્રોલીવેય ૪૦૫ સેલટેન ક્યુબીક્સ સેકટર-૧૫ સી.બી.ડી.બેલાપુર, મહારાષ્ટ્ર ખાતે રહેતો હોવાનું જણાવેલ.
જે આરોપીને ગુના સબંધે પુછપરછ કરતા ગુનો કરેલ હોય જેથી સદરી આરોપીને (૧) માતર પોલીસ સ્ટેશન પાર્ટ-એ. ગુ.૨.નં. ૧૧૨૦૪૦૪૦૨૨૦૩૧૦/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦ મુજબ તથા (૨) સેવાલીયા પોલીસ સ્ટેશન પાર્ટ એ. ગુ.ર.નં-૧૧૨૦૪૦૬૭૨૩૦૧૬૦/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦ મુજબના કામે બી.એન. એસ.એસ. કલમ ૩૫ (૧) જે મુજબ અટક કરી માતર પોલીસ સ્ટેશન વધુ કાર્યવાહી અર્થે સોંપેલ.