Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

નડિયાદમાં આવેલ પીએસ પટેલ પેટ્રોલિયમના માલિક સાથે ૩૧.૧૭ લાખની છેતરપિંડી

નડિયાદમાં આવેલ પીએસ પટેલ પેટ્રોલિયમના માલિક સાથે ૩૧.૧૭ લાખની છેતરપિંડી

નડિયાદ શહેરમાં 31.17 લાખનાં ડીઝલની ખરીદી કરી કરણસિંહ ચૌહાણે પીએસ પટેલ પેટ્રોલિયમના માલિકને ચુનો ચોપડ્યો હોવાની ફરીયાદ સામે આવતા નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લાના મરીડા રીંગરોડ ઉપર આવેલા પી.એસ પટેલ પેટ્રોલિયમ નાં માલિક નૈનેશભાઈ પટેલ પાસેથી મુંબઈ ની દીપ ઈન્ફ્રા ટોલ-વે પ્રાઈવેટ લિમિટેડ કંપનીનો ડીરેક્ટર કરણસિંહ ચૌહાણે રૂપિયા ૩૧.૧૭ લાખ ની ડીઝલની ખરીદી કરી છેતરપીંડી આચરી છે. આ અંગે પેટ્રોલિયમ માલિક નૈનેશભાઈ પટેલે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.