અમદાવાદના કણભા હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, કણભા હ્યુમન ટ્રાફિકિંગ કેસ મામલે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરાઇ હતી. કણભામાં સગીરાને ખરીદનાર એજન્ટ ઝડપાયો હતો. આરોપી અશોક સગીરાઓનું અપહરણ કરી પાલનપુરના ચહેર નામના અન્ય આરોપીને વેચતો હતો. આરોપી ચહેરે અત્યાર સુધીમાં આઠ યુવતીઓને વેચી હોવાનો ખુલાસો કર્યો હતો.
પોલીસે આ મામલે ચહેર, અમૃત સહિત ચાર એજન્ટોને ઝડપ્યા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપીઓ ગુજરાતની યુવતીઓનું અપહરણ કરીને રાજસ્થાન લઇ જતા હતા અને વેચી મારતા હતા. વર્ષ 2022માં અમદાવાદના અસારવાની સગીરાનું આરોપીઓએ અપહરણ કર્યું હતું અને તેને સુરેન્દ્રનગરમાં વેચી માર્યો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે અગાઉ વેચવામાં આવેલી છોકરીને મુક્ત કરાવી પોલીસ સાથે મિલન કરાવ્યું હતું.
અમરેલી: સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસીયાનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. શેલણા વંડા વચ્ચે કાર અને જેસીબી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે બાદ વીવી વધાસીયાને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ થતા રાજકીય નેતાઓ અને સામાજિક આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. વીવી વઘાસિયાના અકસ્માતના સમાચાર સાંભળતા જ સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી હતી.
પાકિસ્તાન જેલમાંથી હાલમાં જ મુક્ત થઈ ભારતના 198 પેકીના ગુજરાતના 184 માછીમારો માદરે વતન પહોંચ્યા છે. જો કે, હજુ પણ 450થી વધુ માછીમારો પાક જેલમાં કેદ છે. પાકિસ્તાનથી મુક્ત થઈ ગીરના કોડીનારના કોટડા ગામે આવેલા માછીમારોએ મોટો ખુલાસ કર્યો છે. તેમનું કહેવું છે કે 199 ભારતીય માછીમારો મુક્ત થવાના હતા જેમાં 185 ગુજરાત ના હતા. પરંતુ આ ગણતરીમાં એક માછીમાર ઓછો થયો જેનું કારણ છે તે પાક કેદમાંથી મુક્ત થાય તે પહેલાં જ જીવ મોતને ભેટ્યો. જેના કારણે તેનું લિસ્ટમાંથી નામ કમી થયું.
કોટડાના સાથી માછીમાર નરસિંગભાઈના જણાવ્યા મુજબ તેમના જ ગામના સાથી માછીમાર મુક્ત થવાના 5 દિવસ પહેલા જ બ્રેન એટેક આવ્યો અને તેમને હોસ્પિટલે ખસેડાયા. તેઓ હોસ્પિટલેથી ફરી જેલ ન આવાયો કે ન તો સાથે ભારત. તેમની પૂછપરછ જેલ સત્તાધીશોને કરતા જાણવા મળ્યું કે તેનું મોત થયુ છે અને હવે તે ભારત નહિ આવી શકે. તેમનો મૃતદેહ અહીંના કાયદા કાનૂન મુજબ થયા બાદ ડેથ બોડી મોકલી આપાશે
કોટડા ગામના જ અન્ય એક માછીમાર જે પાકથી મુક્ત થઈ માદરે વતન પહોંચ્યા તે સાગર નામના માછીમારે બીજો મોટો ખુલાસો કર્યો છે. તેમને જણાવ્યું કે 22 માછીમારો જેલની અંદર બીમાર છે જેમાં પેરાલિસિસ અને હૃદય રોગના હુમલા પણ અમુક માછીમારોને આવ્યા છે. આવા બીમાર માછીમારોને ત્યાંની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ તેની સાર સંભાળ જેલની અંદરના સાથી માછીમારો રાખી રહયા છે.