રાજકોટ જિલ્લાના સૌથી મોટા ગામ મોવિયામાં અભૂતપૂર્વ રાષ્ટ્રપ્રેમ જોવા મળ્યો. ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા શાળાથી આ તિરંગાયાત્રા શરુ કરવામાં આવી.
આ યાત્રામાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને ગોંડલ માર્કેટ યાર્ડના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતનાં સદસ્ય, ગોંડલ તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયતનાં સરપંચ, ઉપસરપંચ, સદસ્યોં અને કર્મચારી, ગામની અલગ અલગ શાળાઓના આશરે ૧૫૦૦ થી વધુ બાળકો, યુવાનો, કિશોરભાઈ અંદીપરા, જેન્તીભાઇ લીંબાણી, મનીશભાઈ ખૂંટ, રોહિતભાઈ ખૂંટ, ભુપતભાઇ કાલરીયા, બટુકભાઈ ઠુંમર વગેરે ગામના આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો આ યાત્રાનો હિસ્સો બન્યા.
સૌ ગ્રામજનોએ હાથમાં તિરંગો લઇ દેશ માટેની લાગણી વ્યક્ત કરી. આ યાત્રા થકી રાષ્ટ્રપ્રેમની, રાષ્ટ્ર ગૌરવની અનેરી ઉર્જા અનુભવ જોવા મળ્યો.