વિશ્વ થોડા સમય પહેલા જ કોવિડ-19 વાયરસના ભયમાંથી બહાર આવી ગયું હતું, પરંતુ હવે બીજા વાયરસે ચિંતા વધારી છે. આ વાયરસનું નામ Mpox છે, જેના સંદર્ભમાં WHOએ વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. આરોગ્ય એજન્સીએ તેને ‘ગ્રેડ 3 ઈમરજન્સી’ તરીકે વર્ગીકૃત કર્યું છે જેનો અર્થ છે કે તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.
જાન્યુઆરી 2023થી અત્યાર સુધીમાં 27,000થી વધુ કેસ નોંધાયા છે અને લગભગ 1100 મૃત્યુ થયા છે. કોંગોના કેટલાક ભાગો ઉપરાંત, આ વાયરસ હવે પૂર્વીય કોંગોથી રવાન્ડા, યુગાન્ડા, બુરુન્ડી અને કેન્યામાં ફેલાયો છે.
પાકિસ્તાની ફેડરલ હેલ્થ મિનિસ્ટ્રીના અધિકારીઓએ જણાવ્યું કે, જે વ્યક્તિને મંકીપોક્સ હોવાની જાણ થઈ છે. આ વ્યક્તિ દીર શહેરનો રહેવાસી હતો અને હાલમાં તે મર્દાનમાં રહે છે. અધિકારીઓએ જણાવ્યું કે, 3 ઓગસ્ટે સાઉદી અરેબિયાથી પરત ફર્યા બાદ ચેપગ્રસ્ત વ્યક્તિને એમપોક્સ હોવાનું નિદાન થયું હતું.
એમપોક્સના લક્ષણો
- તાવ આવવો
- ત્વચા પર ફરીથી લાલ ફોલ્લીઓ
- લસિકા ગાંઠોમાં સોજો
- માથાનો દુખાવો
- સ્નાયુઓમાં દુખાવો