Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

કઠલાલમાં વિધર્મી શિક્ષકે ધોરણ ૪માં ભણતી બાળકી સાથે કર્યા શારીરિક અડપલા

કઠલાલમાં વિધર્મી શિક્ષકે ધોરણ ૪માં ભણતી બાળકી સાથે કર્યા શારીરિક અડપલા

કઠલાલ પોલીસે ગુનો દાખલ કરી બેશરમ શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ખેડા જિલ્લાના કઠલાલમાં વિધર્મી શિક્ષકની હેવાનિયત સામે આવી છે, જેમાં ધોરણ ૪માં ભણતી બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા, આ ઘટનાને લઈ ચકચાર મચી જવા પામી છે. કઠલાલ પોલીસે આ બાબતે ગુનો રજીસ્ટર કરી શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુ ધર્મ સેનાના ગુજરાત પ્રમુખ રાજનભાઈ ત્રિપાઠી દ્વારા કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, આવુ કૃત્ય કરનાર બેશરમ વિધર્મી શિક્ષકને તાત્કાલિક છૂટા કરવામાં આવે અને સરકારને વિનંતી કે તેના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવે.

કઠલાલ તાલુકાના એક ગામનો અખ્તરઅલી મહેમુદમીયા સૈયદ (ઉ.વ.50) પોતે આ તાલુકાના એક ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, ગત 31 ઓગસ્ટને શનિવારના રોજ સવારની શાળા હોઈ આ અખ્તરઅલીએ પોતાની શાળાની રૂમમાં સાફ સફાઈ કરવાના બહાને શાળામાં ધોરણ ૪માં ભણતી ૯ વર્ષની બાળાને બોલાવી હતી, જે બાદ રૂમમાં ખુણામાં લઈ જઈ તેણીના કપડા ઊંચા કરી શારિરીક અડપલા અને છેડતી કરી હતી, વિદ્યાર્થીએ આ બાબતે ઘરે આવી પોતાની માતાને સમગ્ર બાબતની જાણ કરતા માતા ચોંકી ઉઠી હતી. જે બાદ તેઓએ તુરંત કઠલાલ પોલીસ મથકે પહોંચી સમગ્ર બનાવ મામલે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી શારિરીક અડપલા કરનાર આરોપી શિક્ષક અખ્તરઅલી સૈયદને ઉઠાવી લાવી પુછપરછ આદરી છે.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.