ભાવનગર જિલ્લા સહકારી બેંકનાં નવા સુકાનીઓને ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આવકાર આપવામાં આવ્યો છે અને જિલ્લાનાં ખેડૂત સભાસદો અને ગ્રાહકો માટે જાગૃત હોદ્દેદારોનો લાભ મળશે તેમ જણાવ્યું છે.
ભાવનગર જિલ્લાની મુખ્ય ખેતી વિષયક નાણાકીય સંસ્થા એટલે સહકારી બેંક. ભાવનગર જિલ્લા સહકારી બેંકના નવા સુકાનીઓમાં પ્રમુખ તરીકે રસિકભાઈ ભિંગરાડિયા અને ઉપપ્રમુખ તરીકે કાંતિભાઈ ધાંધલ્યાને જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજી મકવાણા દ્વારા અભિનંદન પાઠવી આવકાર આપવામાં આવેલ છે.
બેંકનાં બંને સુકાનીઓ વિવિધ સંસ્થા સંગઠન અને જાહેર જીવન સાથે સક્રિય રહેલાં છે. જિલ્લાનાં ખેડૂત સભાસદો અને ગ્રાહકો માટે જાગૃત હોદ્દેદારોનો લાભ મળશે તેમ જણાવી આવકાર અપાયો છે.
ભાવનગર જિલ્લા ભાજપ પ્રવક્તા પ્રચાર સંયોજક કિશોર ભટ્ટ અને સહ સંયોજક મૂકેશ પંડિતની યાદી મુજબ જિલ્લા ભાજપનાં હોદ્દેદારો ઉપપ્રમુખો હર્ષદભાઈ દવે, ઉમેશભાઈ મકવાણા, નાનુભાઈ ડાખરા, રાજુભાઈ બાબરિયા, ગાયત્રીબા સરવૈયા, જ્યોત્સનાબેન ભટ્ટ, નારુભાઈ ખમળ તથા જગદીશભાઈ મકવાણા, મહામંત્રીઓ ચેતનસિંહ સરવૈયા, ભરતભાઈ મેર તથા રાજેશભાઈ ફાળકી સાથે મંત્રીઓ દિગ્વિજયસિંહ ગોહિલ, હંસાબેન પરમાર, નરેશભાઈ સોલંકી, મનહરભાઈ બલદાણિયા, હેતલબેન રાઠોડ, હીનાબેન ગઢાદરા, જલ્પાબેન હિંગુ તથા શ્રદ્ધાબેન લંગાળિયા, કોષાધ્યક્ષ શૈલેષભાઈ સેંતા, કાર્યાલય મંત્રી જગદીશસિંહ ગોહિલ સાથે અભયસિંહ ચાવડા દ્વારા બંને સુકાનીઓ માટે અભિનંદનની લાગણી વ્યક્ત થઈ છે.