રંઘોળા સહિત ભાવનગર જિલ્લાનાં મુખ્ય જળાશયોની મુલાકાત જળસંપતિ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ લીધી અને આ જળસિંચન યોજના તળાવોની સ્થિતિ અને સંભવિત આયોજનો માટે અધિકારીઓ અને આગેવાનો સાથે ચર્ચા કરી.
રાજ્યનાં જળસંપતિ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ભાવનગર જિલ્લાનાં મુખ્ય જળાશયોની મુલાકાત દરમિયાન રંઘોળા તળાવની સ્થિતિ તેમજ હાલની પાણી જથ્થા સાથેની વિગતો મેળવી હતી. તેઓએ સરકાર દ્વારા આગામી કામો સંદર્ભે વિગતો જાણી તથા આ વિસ્તારમાં સૌની યોજના તળે વિકળિયા ગામથી થતી વિતરણ વ્યવસ્થા જાત માહિતી મેળવવાં પહોંચ્યા હતાં.
ઉમરાળા તાલુકાનાં વિશિષ્ઠ રચના ધરાવતાં આ જળસિંચન યોજના તળાવની મુલાકાત વેળાએ મંત્રી કુંવરજી બાવળિયાએ અધિકારીઓ અને આગેવાનો સાથે ચર્ચા કરી પાણી વિતરણ તેમજ વ્યવસ્થામાં ગેરરીતિ કે વેડફાટ સામે સજાગ રહેવા પણ તાકીદ કરી હતી. આ વેળાએ અગ્રણીઓ પ્રતાપભાઈ આહીર, રોહિતભાઈ બગદરિયા, વશરામભાઈ ડાંગર, શશિભાઈ ભોજ, છગનભાઈ ભોજ, સુરેશભાઈ કુવાડિયા વગેરે દ્વારા સ્વાગત કરવામાં આવેલ.
ભાવનગર જિલ્લા સહકારી બેંકના અધ્યક્ષ રસિકભાઈ ભિંગરાડિયાએ જણાવ્યાં મુજબ સ્થાનિક આગેવાનોની રજૂઆતથી મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા લેવાયેલ આ મુલાકાતથી અહીંની જળસિંચન સંબંધી મુશ્કેલીઓ હળવી થશે.
રંઘોળા તળાવની આ મુલાકાત દરમિયાન જળસિંચન વિભાગનાં અધિકારી કર્મચારીઓ સાથે તાલુકા તંત્ર વાહકો સાથે રહ્યા હતાં. અહી આ વિસ્તારનાં અગ્રણીઓ મોહનભાઈ માંગુકિયા, હઠીશંગભાઈ ગોહિલ, કૃષ્ણપાલસિંહ ગોહિલ, કાળુભાઈ ડાંગર તેમજ કાર્યકર્તાઓ અને ખેડૂતો જોડાયાં હતાં.
રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)