સરકાર ભલે વિકાસની વાતો કરતી હોય પરંતુ વાવ તાલુકાના રોડ રસ્તાની ખખડધજ હાલત વિકાસની ખરી વાસ્તવિકતા દર્શાવી દેતી હોઈ રોડ પર ખાડા છે કે પછી ખાડામાં રોડ એ કહેવું મુશ્કેલ છે ત્યારે વાવ પંથકમાં આવેલ ઢીમાથી સપ્રેડા ગામને જોડતો રસ્તો અતિ બિસ્માર હોઈ વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે, જોકે વાહનચાલકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રોડ બન્યાને પંદર વર્ષ થઈ જવા છતાં રોડ પર સળંગ ડામર કરવાને બદલે તંત્રએ માત્ર અઢળક ડામરના થિંગડાથી સમારકામ કરી સંતોષ માની લીધો હોય તંત્ર અને ચૂંટણી ટાંણે લોકોને રિઝવવા માટે વાયદા આપતા રાજકીય નેતાઓ આ બાબતે ધ્યાન દોરી વાહનચાલકોને પડતી મુશ્કેલીને દૂર કરવા સપ્રેડાથી ઢીમા સુધી વ્યવસ્થિત ડામર રોડનું કામ કરે તેવી લોકમાંગ ઉઠી છે ત્યારે તંત્ર રોડનું વ્યવસ્થિત સમારકામ ક્યારે કરે છે એતો આવનારો સમય જ સાબિત કરશે.