લેબેનોનમાં એકસામટા હજારો પેજરમાં બ્લાસ્ટની ઘટનાએ આખી દુનિયાને આશ્ચર્યમાં મૂકી દીધી છે ઇઝરાયેલે આ બ્લાસ્ટસની જવાબદારી નથી લીધી પણ આંગળી મોસાદ તરફ જ ચિંઘાઇ રહી છે સૌથી મોટો સવાલ એ છે કે, આખરે પેજરને બોંબ કેવી રીતે બનાવી દેવાયા? જુદી જુદી થિયરીઓ આપવામાં આવી રહી છે. પેજરના નેટવર્કને હેક કરીને કોઇ રીતે લિથિયમ બેટરીને ગરમ કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા એવું કહેવાઇ રહ્યું છે. આમ તો પેજર હવે આખી દુનિયામાં આઉટ ઓફ ડેટ થઇ ગયા છે મોબાઇલ જેટલી આસાનીથી પેજરને ટ્રેસ કરી શકાતા નથી. હિઝબુલ્લાહના લડાકુઓને એમ હતું કે, પેજર વાપરશું તો વાંધો નહીં આવે. એને કલ્પના નહોતી કે, આ પેજરના કારણે આપણી હાલત ખરાબ થઇ જવાની છે પેજર બ્લાસ્ટના કારણે નવના મોત થયા છે અને 2700થી વધુ ઘાયલ થયા છે. 200 ગંભીર છે. મૃત્યુનો આંકડો હજુ વધી શકે છે. ઇઝરાયેલે પેજરમાં ઘડાકા કરીને દુશ્મનોને તો પતાવ્યા છે જ, સાથોસાથ હિઝબુલ્લાહની આખે આખી કમ્યુનિકેશન સિસ્ટમનો નાશ કરી નાખ્યો છે પટ્ટામાં ટિંગાડેલા કે ખિસ્સામાં રાખેલા પેજર ફાટ્યા ત્યારે પહેલા તો કોઇને ખબર પણ પડી નહોતી કે આ થયું શું* એમ્બ્યુલન્સો દોડવા લાગી અને હોસ્પિટલો ભરાઇ ગઇ.
બે ઘડી વિચાર કરો કે આપણે જેને આખો દિવસ સાથે રાખીને ફરીએ છીએ એ મોબાઇલ ફોન ફાટવા લાગે તો? આ કલ્પના પણ ધ્રૂજારી પેદા કરી દે એવી છે. હવે તમામ લોકોના હાથમાં મોબાઇલ હોય છે. એકસામટા કેટલા બધા લોકો મરી જાય કે ઘાયલ થઈ જાય? પેજરમાં જેવું થયું એવું જ મોસાદ લેન્ડલાઇન ફ્રોન અને મોબાઇલમાં પણ કરી ચૂક્યું છે વર્ષ 1972માં જર્મનીના મ્યુનિખ યોજાયેલા ઓલિમ્પિક દરમિયાન પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન બ્લેક સપ્ટેમ્બર ગ્રૂપના આઠ આતંકવાદીઓએ હુમલો કરીને ઇઝરાયેલના અગિયાર એથ્લેટોને મારી નાખ્યા હતા. આ ઘટનાનો બદલો લેવા માટે ઇઝરાયેલની મોસાદે કાવતરું ઘડનારને વીણી વીણીને મારી નાખ્યા હતા. તેમાંના એકને ફોન બોંબથી ઉડાવી દેવામાં આવ્યો હતો. પીએલઓનો નેતા મહમૂદ હમશારી પેરિસમાં સંતાયો હતો. એ જે રૂમમાં હતો એ ૩મના ફોનની રિંગ વાગી હતી, જેવો તેણે ફોન ઉપાડયો કે તરત જ હમાસના કમાન્ડોએ દૂરથી ફોનમાં ગોઠવેલા વિસ્ફોટકોમાં બ્લાસ્ટ કરી દીધો હતો. મહમૂદ હમશારીનો પગ જુદો પડી ગયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું 1996માં મોબાઇલ ફોનથી માહિર યાહ્યા અય્યાશને ઇઝરાયેલે ઉડાવી દીધો હતો. માહિર યાહ્યા બોંબ બનાવવાનો નિષ્ણાત હતો પણ તેને અંદાજ સુદ્ધાં નહોતો કે મોસાદ મોબાઇલને બોંબ બનાવી નાખશે મોસાદે કોઇ રીતે માહિર સુધી મોટરોલા કંપનીનો એક ફોન પહોંચાડી દીધો હતો માહિર આ ફોન વાપરતો હતો. એક વખત તેમાં માહિરના પિતાના નામે ફોન આવ્યો માહિરે જેવો ફોન રીસિવ કર્યો કે, એક જોરદાર ધડાકો થયો. માહિરનું ત્યાં જ મોત થયું હતું. મોબાઇલમાં 50 ગ્રામ વિસ્ફોટક ગોઠવી દેવાયા હતા.
ઇઝરાયેલે લેન્ડલાઇન ફોન અને મોબાઇલમાં બ્લાસ્ટ કર્યા છે પણ પેજરમાં અને એ પણ એક સાથે હજારોની સંખ્યામાં પેજર બ્લાસ્ટ કરવામાં આવ્યા હોય એવી દુનિયામાં આ પહેલી ઘટના છે. પેજર કે મોબાઈલના નેટવર્કને ડિસ્ટર્બ કરી શકાય છે પણ બ્લાસ્ટ પણ કરી શકાય એવું પહેલી વખત બહાર આવ્યું છે. અગાઉ જે ફ્રોન બ્લાસ્ટ કરવામાં આવ્યા તેમાં તો વિસ્ફોટકો ગોઠવવામાં આવ્યા હતા. આ વખતે તો જુદી જ રીતે બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. હિઝબુલ્લાહના લડાકુઓ ત્રણ પ્રકારના પેજરનો ઉપયોગ કરતા હતા મોટરસેલા એલએક્સર, ટેલેટ્રિમ અને ગોલ્ડ એપોલો ગ્ડ પેજર એઆઇ924ની મદદથી હિઝબુલ્લાહો મેસેજ પાસ કરતા હતા હુમલાઓ અને બીજી જાણકારી પણ પેજર મારકતે આપવામાં આવતી હતી. મોસાદથી બચવા માટે હિઝબુલ્લાહે પોતાનું ખાનગી ફાઇબર ઓપ્ટિકલ નેટવર્ક પણ તૈયાર કર્યું છે ઇલેક્ટ્રોનિક સર્વિલન્સ અને ઇન્ટરસેપ્ટ ટેકનોલોજી પણ હિઝબુલ્લાહ પાસે છે. હિઝબુલ્લાહ પાસે દુનિયાને ટક્કર મારે એવા સાયબર એક્સપર્ટસની આખી ટીમ મોજુદ છે. એ વાત જુદી છે કે, મોસાદ પાસે તેનું કંઇ ઉપજે એમ નથી. મોસાદની તાકાત એ છે કે, એ ગમે તેની વાત સાંભળી શકે છે અને દુશ્મનની નાનામાં નાની મૂવમેન્ટ પર નજર રાખી શકે છે. ઇઝરાયેલ જો પોતાના કટ્ટર દુશ્મન હમાસના વડા ઇસ્માઇલ હનિયાને ઇરાનમાં ઘૂસીને કોઈને ખબર ન પડે એ રીતે પતાવી શકતું હોય તો એ કંઇપણ કરી શકે છે. સેટેલાઇટ ટેકનોલોજીની મદદથી પણ મોસાદે બ્લાસ્ટ કરીને અનેક કારનામાઓને અંજામ આપ્યો છે.
પેજર બ્લાસ્ટ વિશે સાઇબર એક્સપર્ટસ કહે છે કે, ઇઝરાયેલ પાસે અત્યંત જટિલ અને અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક વોરફેર ટેક્નોલોજી છે. મોસાદ ગમે તેવા સુરક્ષિત મનાતા નેટવર્ક પર કબજો કરી શકે છે. માલવેર ઇમ્પ્લાન્ટ કરવામાં મોસાદની માસ્ટરી છે. મોસાદે પેજર બ્લાસ્ટ માટે યુમન ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કર્યો હોવાની શક્યતા છે. જે રીતે મોસાદે પેજર બ્લાસ્ટ કર્યા એ આખી દુનિયા માટે નવો ખતરો છે. આવી રીતે કોઈપણ વ્યક્તિ પેજર, મોબાઇલ, લેપટોપ, ટેબલેટ કે કમ્પ્યુટરથી બ્લાસ્ટ કરી શકે છે. અત્યારે આખી દુનિયાના સેટેલાઇટ અને ઇન્ટરનેટ ટેક્નોલોજીથી જોડાયેલી છે. વાત તો ત્યાં સુધીની થવા લાગી છે કે, મોબાઇલ અને બીજા ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં જે ચિપ વપરાય છે તેનાથી પણ બ્લાસ્ટ કરી શકાય છે. ચિપ બોંબ સમગ્ર વિશ્વ પર ખતરો પેદા કરી શકે છે. ઇઝરાયેલે અગાઉ હિઝબુલ્લાહના અનેક નેતાઓ અને લડાકુઓ પર ટાગેંગેટેડ એટેક કર્યા છે. 2008માં દમિશ્કમાં હિઝબુલ્લાહના મિલિટરી કમાન્ડર ઇમદ મુગનિયેહને કારમાં બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાયા હતા. એ ઘટનામાં પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
એક સમયે આપણા દેશમાં પેજર સારા એવા પોપ્યુલર થયા હતા પેજર એક નાનું વાયરલેસ કમ્યુનિકેશન ડિવાઇસ છે પેજર બે પ્રકારના હોય છે. ન્યૂમરિક અને આલ્ફા ન્યૂમરિક, ન્યૂમરિકમાં માત્ર નંબર આવે છે તેની પાછળનો મેસેજ એટલો જ હોય છે કે, આ નબંર પર કોન કરો. આલ્કા ન્યૂમિરકમાં નંબર ઉપરાંત મેસેજ પણ આવે છે. મોબાઇલના આગમનની સાથે પેજર ગૂમ થવા લાગ્યા હતા. આજના હાઇટેક સ્માર્ટ મોબાઇલના જમાનામાં પેજર ભલે જૂનવાણી લાગતા હોય પણ અમેરિકા, જાપાન બ્રિટન કેનેડા સહિત અનેક દેશોમાં ચોક્કસ હેતુઓ માટે પેજરનો ઉપયોગ થઇ રહ્યો છે. આપણા દેશમાં ગોલ્ડના બિઝનેસમાં પેજરનો ઉપયોગ થાય છે. દુનિયામાં મેડિકલ ફિલ્ડમાં પેજરનો સારો એવો ઉપયોગ વધુ થાય છે. ઇઝરાયેલ અને હમાસના યુદ્ધમાં અત્યારે હિઝબુલ્લાહ જ મોટા પાયે લડી રહ્યું છે. પેજર બ્લાસ્ટ હિઝબુલ્લાહને જબરજસ્ત કટકો છે. ઇઝરાયેલના પેજર બ્લાસ્ટ પછી યુદ્ધ વધુ વકરવાનું છે એ વાત નક્કી છે!