સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અન્વયે તા. ૨૫.૦૯.૨૦૨૪નાં રોજ જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ સફાઈ કામદારો માટે આરોગ્ય તપાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો. કુલ ૧૧ સ્થળોએ યોજાયેલ આરોગ્ય તપાસ કેમ્પમા નગરપાલિકા, ગ્રામ પંચાયત તેમજ વિવિધ કચેરીઓ ખાતે ફરજ બજાવતા સફાઈ કામદારોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
આ કેમ્પોમાં કુલ ૬૭૩ લાભાર્થીઓએ લાભ લીઘેલ, જેમાં ડાયાબીટીસ,બ્લડ પ્રેસર તેમજ અન્ય રોગ અંગેની ચકાસણી હાથ ઘરવામાં આવી. આ પૈકી કુલ ૩૦ લાભાર્થીઓને વઘુ સારવાર માટે રેફરલ હોસ્પીટલ ખાતે રીફર કરવામાં આવ્યા. કેમ્પમાં હાજર રહેલ લાભાર્થીઓને સ્વરક્ષણ માટે હેન્ડ ગ્લોઝ તેમજ માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ. સાથે જ વિવિઘ રોગોના નિદાન, સારવાર બાબતે વિવિઘ આરોગ્ય શિક્ષણ પ્રવૃતિ દ્રારા પ્રચાર-પ્રસાર કરી માહિતગાર કરવામાં આવ્યા તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ખેડા જિલ્લા પંચાયત,નડિયાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.