Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક નડિયાદ દ્વારા નાણાકીય સાક્ષરતા અભિયાન કેમ્પ યોજાયો

ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક નડિયાદ દ્વારા  નાણાકીય સાક્ષરતા અભિયાન કેમ્પ યોજાયો

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા દેશના ગૃહ તથા પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના કુશળ નેતૃત્વમાં સહકારથી સમૃદ્ધિ અભિયાન હેઠળ ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક ,નડિયાદના કાર્યશીલ ચેરમેન તેજસભાઇ પટેલ ના નેતૃત્વ હેઠળ બેન્કમાં તા.૨૭/૦૯/૨૦૨૪ શુક્રવારએ નાબાર્ડ ના ઉપક્રમે પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં નાબર્ડના સહયોગથી નાણાકીય સાક્ષરતા અભિયાન (એફ.એલ.સી કેમ્પ)નું આયોજન બેન્ક દ્વારા કરેલ, જેમાં ચાંગા ગામની મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, નાણાંકીય સાક્ષરતા અભિયાન (ફાઇનાન્સિયલ લિટરેસી કેમ્પ – FLC ) માં બેન્કની ડિપોઝિટ યોજનાની સમજૂતી ,કેવાયસી અંગેની જાગૃતિ, ડિજિટલ બેન્કિંગ તથા માઈક્રો એટીએમની સમજુતી, બેંકની વિવિધ ધિરાણલક્ષી યોજનાની માહિતી, રિકવરી અંગેની માહિતી, સામાજિક જન જાગૃતિ અંગેની સમજૂતી, સી ટુ સી ( સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર), સેવા મંડળીઓનું કોમ્પુટર રાઇઝેશન, સેવા મંડળી સી એસ સી (કોમન સર્વિસ સેન્ટર) અંતર્ગત મંડળીઓ વિવિધ કામગરી કરી શકશે તેવી માહિતી આપવામાં આવી.

જેમાં બેન્કના ચેરમેન તેજસભાઇ પટેલ, મિહિરભાઈ બારૈયા ચેરમેન ચાંગા દૂધ ઉત્પાદક સહકારી મંડળી, શ્રીમતી મંજુલાબેન સોલંકી સરપંચશહ ચાંગા ગ્રામ પંચાયત, જયંતિભાઈ પટેલ ટ્રસ્ટી ચારૂસેટ યુનિવર્સિટી, જગદીશભાઈ પટેલ ચેરમેન સર્વોદય ગ્રાહક ભંડાર ચાંગા, અશ્વિનભાઈ પટેલ ચાંગા ગામના સામજિક આગેવાન, જીગરભાઈ પટેલ ચાંગા ગામ ના સામાજીક આગેવાન, મહેન્દ્રસિંહ બારૈયા ક્ષત્રિય સમાજ ના આગેવાન ચાંગા તથા બેન્કના અઘિકારીઓ અને કર્મચારી તેમજ ગામના અન્ય આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.