PM મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 3 ઓક્ટોબરે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયા બ્રીફિંગમાં આ નિર્ણયની જાહેરાત કરી હતી. ચાલો જાણીએ કે દેશમાં અત્યારે કેટલી શાસ્ત્રીય ભાષાઓ છે અને કઈ ભાષાને પ્રથમ વખત શાસ્ત્રી ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
Marathi is India’s pride.
Congratulations on this phenomenal language being accorded the status of a Classical Language. This honour acknowledges the rich cultural contribution of Marathi in our nation’s history. Marathi has always been a cornerstone of Indian heritage.
I am…
— Narendra Modi (@narendramodi) October 3, 2024
પીએમ મોદીએ કર્યું ટ્વીટ
પીએમ મોદીએ X પરની તેમની પોસ્ટમાં કહ્યું કે, અમારી સરકાર ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિને વળગી રહી છે. અમે પ્રાદેશિક ભાષાઓને લોકપ્રિય બનાવવાની અમારી પ્રતિબદ્ધતામાં પણ અડગ રહ્યા છીએ. હું ખૂબ જ ખુશ છું કે કેબિનેટે નિર્ણય લીધો છે કે આસામી, બંગાળી, મરાઠી, પાલી અને પ્રાકૃતને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવામાં આવશે. તેમાંથી દરેક એક સુંદર ભાષા છે, જે આપણી જીવંત વિવિધતાને પ્રકાશિત કરે છે.
I am very happy that the great Bengali language has been conferred the status of a Classical Language, especially during the auspicious time of Durga Puja. Bengali literature has inspired countless people for years. I congratulate all the Bengali speakers all over the world on…
— Narendra Modi (@narendramodi) October 3, 2024
પ્રથમ વખત શાસ્ત્રીય ભાષાનો દરજ્જો કોને મળ્યો?
2004માં પ્રથમ વખત તમિલને શાસ્ત્રીય ભાષા તરીકે નોંધવામાં આવી હતી. તે પછી 2005માં સંસ્કૃતને શાસ્ત્રીય ભાષા તરીકે 2008માં તેલુગુ અને કન્નડ, 2013માં મલયાલમ અને 2014માં ઉડિયા તરીકે નોંધવામાં આવી હતી. આ પહેલીવાર છે જ્યારે 5 પ્રાદેશિક ભાષાઓને એક સાથે આ દરજ્જો આપવામાં આવ્યો છે. આ સાથે હવે દેશમાં શાસ્ત્રીય ભાષાઓની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે.
কেন্দ্ৰীয় মন্ত্ৰীসভাৰ অনুমোদন পোৱাৰ পিছত অসমীয়াই এতিয়া ধ্ৰুপদী ভাষাৰ মৰ্যাদা লাভ কৰাত মই অতিশয় আনন্দিত হৈছোঁ। অসমীয়া সংস্কৃতিয়ে যুগ যুগ ধৰি উজ্বলি উঠিছে আৰু আমাক এক চহকী সাহিত্যিক পৰম্পৰা প্ৰদান কৰিছে। আগন্তুক সময়ত এই ভাষা আৰু অধিক জনপ্ৰিয় হৈ পৰক। সকলোকে মই অভিনন্দন…
— Narendra Modi (@narendramodi) October 3, 2024
શાસ્ત્રીય ભાષાનો દરજ્જો કેવી રીતે મળે છે?
તે પ્રાદેશિક ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવે છે કે જે 1500 થી 2000 વર્ષ જૂની છે અને તેના ગ્રંથોનો સંગ્રહ હોવો જોઈએ. તેની શરૂઆત કેન્દ્ર સરકાર દ્વારા 2004માં કરવામાં આવી હતી. શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યા બાદ સંબંધિત પ્રાદેશિક ભાષાઓની કવિતાઓ, વાર્તાઓ વગેરેને ડિજિટલ સ્વરૂપમાં સંગ્રહિત કરવામાં આવે છે.
मराठी भाषा ही भारताचा अभिमान आहे. या अद्वितीय भाषेला अभिजात भाषेचा दर्जा मिळाल्याबद्दल अभिनंदन. हा सन्मान म्हणजे मराठी भाषेने आपल्या देशाच्या इतिहासात दिलेल्या समृद्ध सांस्कृतिक योगदानाचा गौरवच आहे. मराठी भाषा ही कायमच भारतीय वारशाचा आधारस्तंभ राहिली आहे. मला खात्री आहे की अभिजात…
— Narendra Modi (@narendramodi) October 3, 2024