ખેડા જિલ્લાના મહેમદાવાદ સિધ્ધિ વિનાયક મંદિર ખાતે નશાબંધી અને આબકારી ખાતુ તેમજ નશાબંધી મંડળ,ગુજરાત સંચાલિત નવપ્રભાત વ્યસન મુક્તિ કેન્દ્ર,મહુધાના સંયુક્ત ઉપક્રમે વ્યસન મુક્તિ કાઉન્સેલિંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં, નશાબંધી યુક્ત પદાર્થો અને કેફી દ્રવ્યો નો દુરઉપયોગ, નશાના લીધે થતી સામાજિક, આર્થિક અને કૌટુંબિક સમસ્યાઓની સમજણ આપી આ પદાર્થોની માંગમાં ધટાડવા માટે જાગૃતિ કરવામાં આવી હતી.
વધુમાં ઉપસ્થિત લોકોના કોઇ પણ સગા સંબધીઓ, સ્વજનો કે અન્ય કોઈ મિત્રોને વ્યસનની લત લાગેલ હોય તો તેને છોડાવવા માટે નશાબંધી મંડળ ગુજરાત સંચાલીત નવપ્રભાત વ્યસન મુક્તિ કેન્દ્ર,મહુધાનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યુ હતુ.
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સૌએ વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લીધી હતી.
આ અવસરે નશાબંધી અને આબકારી,નડીયાદ અધિક્ષક સુશ્રી એસ.કે.દવે, વ્યસન મુક્તિ કાઉન્સેલિંગના શ્રીમતી જાગૃતિબેન જાદવ, મંદિરના ટ્ર્સ્ટીશ્રી નરેન્દ્રભાઈ પુરોહિત, પ્રોજેક્ટ ડાયરેક્ટર્શ્રી સંજયભાઇ રોહિત, ઇન્સ્પેકટરશ્રી એમ.ડી.મસ્કે હાજર રહ્યા હતા.