Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં દર્શનાર્થીઓ માટે વિના મૂલ્યે ભોજન વિતરણનો પ્રારંભ

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં દર્શનાર્થીઓ માટે વિના મૂલ્યે ભોજન વિતરણનો પ્રારંભ

ડાકોર મંદિર પ્રશાસન દ્વારા પ્રશંસનીય આયોજન કરવામાં આવ્યું છે, જે દિવસ અને સાંજે એમ બે ટાઈમ ધમધમશે, ગૌશાળા પાસે યાત્રિ નિવાસ નજીક આ ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે, સોમવારે પ્રથમ દિવસે 200થી વધુ દર્શનાર્થીઓએ લાભ લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતમાં વિરપુર, બગદાણા, સોમનાથ, અંબાજી, સતાધાર, સાળંગપુર વડતાલ સહિતના અનેક મંદિરોમાં ભક્તોને વિનામૂલ્યે ભોજન પ્રસાદી આપવામાં આવતી હોય છે. ત્યારે ડાકોર મંદિરમાં રણછોડરાયજીના દર્શન કરવા આવતા ભકતો માટે ખુશીના સમાચાર આવ્યા છે જેમાં ડાકોર દર્શનાર્થે આવતા ભકતો નહી રહે ભૂખ્યા. સોમવારે ડાકોર દર્શનાર્થ પધારતા તમામ ભકતો વિના મૂલ્યે ભોજન પ્રસાદી વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવાથી ભકતોએ આ નિર્ણયને આવકાર્યો છે. ભક્તોએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યા છે. હવે ડાકોરમાં ભક્તોને દર્શનની સાથે જ મફત ભોજનનો લાભ મળશે.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.