લોકોને પેટ્રોલ પંપો પર કેટલીક સુવિધાઓ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે એક મોટી યોજનાનો આજથી અમલ શરુ કરી દીધો છે જેથી કરીને વાહન ચાલકોની યાત્રા આરામદાયક રહે અને તેને કોઈ અગવડનો સામનો ન કરવો પડે.
Addressed the launching ceremony of the 'Humsafar Policy,' with the tagline 'सुखद यात्रा, हमारी प्राथमिकता', underscoring the delivery of high-quality, standardized services across 🇮🇳's National Highways in the presence of Union MoS Shri @AjayTamtaBJP Ji, Shri @hdmalhotra Ji, and… pic.twitter.com/9e8EZwj8v1
— Nitin Gadkari (@nitin_gadkari) October 8, 2024
હમસફર પોલિસી લોન્ચ
અવનવા કામોથી જાણીતા બનેલા કેન્દ્રીય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ હવે હમસફર પોલિસી લોન્ચ કરી છે. આ પોલિસી હેઠળ નેશનલ હાઈવે પર સાફ-સુથરા ટોઈલેટ અને બાળ સંભાળ રૂમ જેવી જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ પોલિસીના અમલથી હાઇવે પર કાર અને બાઇક સાથે મુસાફરી કરતા લોકોને ઘણી સુવિધા મળશે.
Addressing the #HumsafarPolicy launch event, Shri @nitin_gadkari, Hon’ble Minister for @MORTHIndia emphasized that the policy is developed with the aim of providing best-in-class amenities to improve the travel experience for all commuters, especially women & truckers on NHs. pic.twitter.com/z6yIZcycvk
— NHAI (@NHAI_Official) October 8, 2024
પેટ્રોલ પંપો પર આટલી સુવિધાઓ મળશે
‘હમસફર નીતિ’ હેઠળ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સ્થિત પેટ્રોલ પંપ સ્ટેશનો પર સ્વચ્છ શૌચાલય, બેબી કેર રૂમ, વ્હીલચેર, EV ચાર્જિંગ સ્ટેશન, પાર્કિંગ અને રહેવાની સુવિધાઓ શરૂ કરવામાં આવશે.
શું બોલ્યાં ગડકરી
મંત્રાલયે કહ્યું કે આ નીતિ હાઈવેનો ઉપયોગ કરતા મુસાફરોને અનુકૂળ, સલામત અને આનંદપ્રદ અનુભવ પ્રદાન કરશે. આ ઉપરાંત આ નીતિ ઉદ્યોગપતિઓને સશક્ત બનાવશે, રોજગારીનું સર્જન કરશે અને સેવા પ્રદાતાઓ માટે આજીવિકાની તકો વધારશે. ગડકરીએ આ નીતિના લોન્ચિંગને ચિહ્નિત કરવા માટે આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ‘હમસફર’ બ્રાન્ડ દેશના વિશ્વ-કક્ષાના હાઇવે નેટવર્ક પર મુસાફરો અને ડ્રાઇવરો માટે અત્યંત સલામતી અને આરામનો પર્યાય બની જશે. જો કોઈ ટોલ વસૂલતું હોય તો તેણે મુસાફરોની સુરક્ષા અને આરામની પણ ખાતરી કરવી પડશે.