Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 30°C

જિલ્લા માહિતી કચેરી, વ્યારા ખાતે અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવાઈ

જિલ્લા માહિતી કચેરી, વ્યારા ખાતે અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવાઈ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે 7 ઓક્ટોબર, 2001ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારે 2001થી 2024 સુધીની તેમની 23 વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથાને લોકો સુધી લઈ જવા માટે 07 થી 15 ઓક્ટોબર-2024 સુધીના આ અઠવાડિયાને રાજ્યમાં “વિકાસ સપ્તાહ” તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાં આ સપ્તાહનો પ્રારંભ 07 ઓક્ટોબરથી ભારત વિકાસ પ્રતિજ્ઞાથી કરવામાં આવ્યો છે.

આ તકે તાપી જિલ્લા માહિતી કચેરી ખાતે તમામ કર્મચારીઓ તેમજ જિલ્લાની વિવિધ કચેરીઓમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રતિજ્ઞામાં સહાયક માહિતી નિયામક નિનેશ ભાભોર સહિત તમામ કર્મચારીઓ જોડાયા હતા.

હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું,મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ, હું સ્વનો વિચાર કરતા પહેલાં સર્વનો વિચાર કરીશ. દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ, દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ. હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ. હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ. જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી, બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ. એક ભારત, શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડિતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ. પ્રધાનમંત્રીશ્રીએ જોયેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન-વચન અને કર્મથી તત્પર રહીશ. રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ.

 

 

રીપોર્ટર :- વિકાસ શાહ(તાપી)

Filed under Tapi Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.