ભાજપના કદાવર નેતા નાયબ સિંહ સૈનીએ બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ લીધા છે. આ દરમિયાન 13 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા.
વડાપ્રધાન મોદી સહિતના દિગ્ગજોની હાજરીમાં શપથ પૂર્ણ
પંચકુલામાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપની ટોચની નેતાગીરી ઉપરાંત ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં દેશભરમાંથી એનડીએના લગભગ દોઢ ડઝન નેતાઓ પણ અહીં પહોંચ્યા હતા.
#WATCH | Haryana CM-designate Nayab Singh Saini to shortly take oath as Haryana CM, in Panchkula pic.twitter.com/2mzAKm0iGf
— ANI (@ANI) October 17, 2024
ભાજપે નોંધાવી હતી હેટ્રિક
આ શપથ ગ્રહણ હરિયાણા માટે એક ઐતિહાસિક ઘટના હતી કારણ કે હરિયાણામાં ભાજપે સતત ત્રીજી વખત સરકાર બનાવી છે. હરિયાણામાં 5 ઓક્ટોબરે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે 90માંથી 48 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસે 37 બેઠકો જીતી હતી.
કેબિનેટમાં જ્ઞાતિ સમીકરણો જળવાયા
નાયબ સિંહ સૈનીની કેબિનેટમાં જ્ઞાતિ અને પ્રાદેશિક સમીકરણો જાળવવામાં આવ્યા છે. આ કેબિનેટમાં 2 દલિત, 2 બ્રાહ્મણ, 2 જાટ, 4 OBC, એક રાજપૂત અને એક પંજાબી અને એક વાણિયા પંજાબીને મંત્રી પદ આપવામાં આવ્યું છે.