ખેડા જિલ્લાના મહેમદાવાદમાં શુક્રવારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડો પાડી શહેરમાં આવેલ ૧૦ જેટલી દુકાનોમાં તમાકુ ગુટકાના વેચાણને લઇને દરેક દુકાનદારોને દંડ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, તમાકુ અને તેની બનાવટોના વેચાણ માટેના નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારી દુકાનદારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, તાલુકાના લોકો વ્યસનમુક્ત જીવન જીવી શકે, જેના અમલીકરણ અને જાગૃતિ માટે શુક્રવારે તાલુકા આરોગ્ય તંત્ર મહેમદાવાદ દ્વારા શહેરમાં દરોડો પાડીને કુલ ૧૦ દુકાનદારો પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો.
આ કામગીરીમાં નડિયાદી દરવાજા વિસ્તાર, સિવિલ કોર્ટ સામે, જ્ઞાનજ્યોત હાઈસ્કૂલ જેવા વિવિધ વિસ્તારોમાં કરાઈ હતી, જે મુજબ 18 વર્ષથી નીચેની વયની વ્યકિતઓને તમાકુ કે તમાકુ ઉત્પાદન,વેચાણ-ખરીદી કે ઉપયોગ કરવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવાછતાં અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના 100 વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોના વેચાણ પર પ્રતિબંધ હોવાછતાં પણ બોર્ડ ન રાખી પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરવાને લઇને કાર્યવાહી હાથ ધરી હતી.